12 February, 2026 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તમારા સાથી સાથે કૂકિંગ વર્કશોપ કે ડાન્સ વર્કશોપમાં જવાનો પ્લાન બનાવી શકો - તસવીર એઆઇ.
વેલેન્ટાઈન ડે પર ભેટ આપવાની પરંપરા હવે માત્ર મોંઘી વસ્તુઓ કે ક્લીશે (clichés) ગણાતાં ગુલાબ અને ચોકલેટ પૂરતી મર્યાદિત રહી નથી. 2026માં, ભેટ આપવાની રીત વધુ `ઇન્ટેન્શનલ` એટલે કે હેતુપૂર્ણ બની રહી છે. આ વર્ષે લોકો એવી વસ્તુઓ પસંદ કરી રહ્યા છે જે માત્ર સુંદર ન હોય, પણ જેમાં ઊંડી લાગણી અને સાચા સંબંધોનું પ્રતિબિંબ હોય. જો તમે આ વેલેન્ટાઈન ડે પર તમારા જીવનસાથીને કંઈક યાદગાર આપવા માંગો છો, તો આ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો;
સંગીત હંમેશા યાદો સાથે જોડાયેલું હોય છે. તમારા સંબંધના ખાસ પ્રસંગો, જેમ કે પહેલી મુલાકાત કે પહેલો ડાન્સ, તે સમયના ગીતોનું એક ક્યુરેટેડ પ્લેલિસ્ટ બનાવો. પરંતુ તેને માત્ર ડિજિટલ ન રાખતા, તે ગીતોની યાદીને એક સુંદર ફ્રેમ કરેલા પોસ્ટર પર પ્રિન્ટ કરાવો અથવા લાકડાની તકતી પર કોતરાવો. આ ભેટ તમારી ભાવનાઓને સ્પર્શ કરી શકાય તેવું સ્વરૂપ આપશે.
વસ્તુઓ કદાચ જૂની થઈ જાય, પણ સાથે વિતાવેલી ક્ષણોની યાદ ક્યારેય ભૂંસાતી નથી. આ વેલેન્ટાઈન ડે પર કોઈ વર્કશોપમાં જોડાવ. પછી ભલે તે સાથે મળીને પાસ્તા બનાવવાનું શીખવું હોય કે સિગ્નેચર કોકટેલ મિક્સ કરવાની કળા. આ અનુભવ તમને બંનેને સાથે મળીને કંઈક નવું શીખવાની અને હસવાની તક આપશે, જે કાયમી યાદ બની રહેશે.
જ્યારે વાત જ્વેલરીની આવે, ત્યારે હવે પસંદગી અર્થપૂર્ણ બની રહી છે. પ્લેટિનમ તેની કુદરતી સફેદ ચમક અને અદભૂત ટકાઉપણાં માટે જાણીતું છે. પ્લેટિનમ વિમેન્સ બેન્ડ એવી સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ ભેટ છે જેઓ સાદગીમાં સુંદરતા શોધે છે. તેના ન્યૂનતમ (minimal) ડિઝાઇન અને મજબૂત ધાતુ તેને આધુનિક યુગના સ્થાયી પ્રેમનું પ્રતીક બનાવે છે. આ એક એવી ભેટ છે જે તે દરરોજ પહેરી શકાય છે અને દર વખતે તે તમારા અતૂટ વિશ્વાસની યાદ અપાવશે.
જો તમે એ સાબિત કરવા માંગતા હવ કે તમે તેની નાની નાની પસંદગીઓનું ધ્યાન રાખો છો, તો સબ્સ્ક્રિપ્શન બોક્સ એક ઉત્તમ વિકલ્પ છે. તેને જો કૉફી ગમતી હોય, વાંચનનો શોખ હોય અથવા સ્કીનકેરનો શોખ હોય, તો તમારા પ્રિયજનની પસંદગી મુજબનું ૩ થી ૬ મહિનાનું સબ્સ્ક્રિપ્શન બુક કરો. દર મહિને જ્યારે નવું બોક્સ તેના ઘરે આવશે, ત્યારે એ તમારી યાદ અપાવશે.
ઘણીવાર રૂટિન જીવનમાં આપણે એકબીજાને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. કોઈ જાણીતી ટૂરિસ્ટ પ્લેસને બદલે, નજીકની શાંત કૂદરતની નજીક હોય તેવી જગ્યા કે રિસોર્ટની પસંદગી કરો જ્યાં તમે બંને ક્યારેય ગયા નથી. આ નવી જગ્યાની શોધ તમારા બોન્ડને વધુ મજબૂત બનાવશે અને તમને રોજિંદા તણાવથી દૂર તમને એક-બીજા સાથે સ્પેસ આપશે.
તમારા પ્રેમની સફર ક્યાંથી શરૂ થઈ? તમે પહેલીવાર ક્યાં મળ્યા હતા? તમારો ફેવરિટ વીકેન્ડનો અડ્ડો કયો છે? આ તમામ ખાસ સ્થળોને એક નકશા પર માર્ક કરાવો. એક કલાકાર પાસે તૈયાર કરાવેલ આ `કસ્ટમ ઇલસ્ટ્રેટેડ મેપ` તમારા બે વચ્ચેના ઇતિહાસની એક વિઝ્યુઅલ સ્ટોરી કહેશે, જે તમારા ઘરની દીવાલ શોભાવશે
ફૂલોનો ગુચ્છો તો થોડા દિવસોમાં કરમાઈ જાય છે, પણ કુંડામાં વાવેલો છોડ સમય સાથે વધે છે. એક સુંદર બોન્સાઈ, સક્યુલન્ટ ગાર્ડન અથવા રસોડામાં કામ આવે તેવા હર્બ્સ ભેટમાં આપો. જેમ જેમ આ છોડ ખીલશે, તેમ તેમ તે તમારા સંબંધોના વિકાસ અને કાળજીનું પ્રતીક બનશે. સાથે એક ગ્રોથ નેરેટિવ જણાવતો રોમેન્ટિક સંદેશો પણ મૂકો.
વેલેન્ટાઈન ડે માત્ર મોંઘી વસ્તુઓ આપવાનો દિવસ નથી, પણ એ વ્યક્ત કરવાનો દિવસ છે કે તમે સામી વ્યક્તિને કેટલી સારી રીતે ઓળખો છો. આ વર્ષે, આ કંઇક નવી ભેટ પસંદ કરીને તમારા પ્રિયજનને સરપ્રાઇઝ આપો.