લેટ્સ પ્લે સમથિંગ ડિફરન્ટ : પર્સનલ લાઇફમાં આ માનસિકતા બહુ જોખમી છે

04 August, 2025 02:02 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હોમો-સેક્સ્યુઅલિટીનો આ તેમનો પહેલો જ અનુભવ એ પણ તેમણે સ્વીકાર્યું, પણ ખોટી આદત અને ખોટી સોબતની અસર વહેલી લાગુ પડે. તેમની સાથે પણ એવું જ થયું.

પ્રતીકાત્મક તસવીર

હમણાં એક ભાઈ મળવા આવ્યા. આવ્યા પછી તે બહુ ડિસ્ટર્બ હતા. અમારું ફીલ્ડ એવું છે જેમાં સંકોચ પહેલાં છોડાવવાનો હોય એટલે તેમને હળવાશ આપવા અમે આડીઅવળી વાત શરૂ કરી અને એ પછી તેમને આવવાનું કારણ પૂછ્યું તો ભાઈ ફરી સંકોચમાં. તેમને સૂચન કરવું પડ્યું કે વાત કરવા માટે તમને કઈ રીત વધારે અનુકૂળ આવશે? ફોન પર પણ વાત કરી શકે છે અને લખીને પણ તે પોતાની સમસ્યા કહી શકે છે. તેમણે ફોનનો ઑપ્શન પસંદ કર્યો અને રવાના થયાના અડધા જ કલાકમાં તેમનો ફોન આવ્યો. ફોન પર પણ તેમને સંકોચ તો થતો જ હતો, પણ મહાશય પોતાની વાત કરી શક્યા. તેમણે કહેલી વાત આજના સમયમાં જાણવી જરૂરી છે એટલે તમારી સાથે પહેલાં એ શૅર કરું.

પાંત્રીસ વર્ષની ઉંમરના એ ભાઈનાં મૅરેજને ત્રણેક વર્ષ થયાં હતાં. પર્સનલ લાઇફમાં કોઈ ઇશ્યુ નહીં. હસબન્ડ-વાઇફ બન્ને કૉર્પોરેટ સેક્ટરમાં, સિનિયર પોઝિશન પર અને એટલે નૅચરલી ઇન્કમ પણ ખૂબ સારી. થોડા સમય પહેલાં વાઇફની પુણેમાં ટ્રાન્સફર થઈ. જોકે એક ઍડ્વાન્ટેજ એ હતો કે મહિનામાં પંદર દિવસ તેણે મુંબઈમાં રહેવાનું હતું. ટ્રાન્સફરને ચારેક મહિના થયા હતા, પણ આ ચાર મહિનામાં ભાઈ અનાયાસ પોતાની ઑફિસના સિનિયર ઑફિસર સાથે ઇન્ટિમેટ થઈ ગયા. હોમો-સેક્સ્યુઅલિટીનો આ તેમનો પહેલો જ અનુભવ એ પણ તેમણે સ્વીકાર્યું, પણ ખોટી આદત અને ખોટી સોબતની અસર વહેલી લાગુ પડે. તેમની સાથે પણ એવું જ થયું.

ભાઈ પેલા સિનિયર સાથે નિયમિત રીતે ઇન્ટિમેટ થવા માંડ્યા. હવે એ તબક્કો આવી ગયો હતો કે તેમને વાઇફ સાથેની રિલેશનશિપમાં આનંદ મળતો બંધ થઈ ગયો, જેને લીધે વાઇફથી દૂર રહેવા માંડ્યા. ભાઈનો પ્રશ્ન એ હતો કે તેમણે બન્ને સાથે રિલેશનશિપ મેઇન્ટેઇન રાખવી છે. આવી સિચુએશનમાં શું કરવું જોઈએ?

આ પ્રકારે કંઈક ડિફરન્ટ મેળવવાની જે લાલચ છે એનો અર્થ એવો નથી થતો કે જે નૉર્મલ છે એનાથી દૂર થવું જોઈએ. પહેલી વાત તો એ કે ડિફરન્ટ મેળવવાની આ જે ઇચ્છા છે એ જ ખોટી છે. ડિફરન્ટ તો ઝેર પણ છે, પણ એનો ક્યારેય અનુભવ કરવાનું મન કેમ કોઈને નથી થતું? માત્ર મોજમજા ખાતર બંધાયેલા સંબંધોને કોઈ કાયમી બનાવવા માગે તો એ ભૂલ માત્ર છે.

નવા પ્રયોગની લાયમાં સેક્સલાઇફ સાથે ચેડાં કર્યા પછી પોતાની મૂળભૂત પસંદ બાબતે મૂંઝવણમાં મુકાતા અનેક લોકો મેં પ્રૅક્ટિસ દરમ્યાન જોયા છે અને એને લીધે દુખી થતા પણ જોયા છે. બાય-સેક્સ્યુઅલ પ્રેફરન્સ અને એ પણ મોજમજા ખાતર એનો કોઈ અર્થ નથી સરતો. જો પર્સનલ લાઇફ નૉર્મલ હોય તો આ પ્રકારની કુછ ડિફરન્ટ હો જાએની માનસિકતા વહેલી તકે છોડવી જ હિતાવહ છે.

mental health health tips life and style columnists gujarati mid day mumbai relationships sex and relationships