જે છોકરો મને પસંદ છે તેની મમ્મી મને બહુ ઇગ્નોર કરે છે

28 May, 2021 02:30 PM IST  |  Mumbai | Sejal Patel

ઝઘડા દરમ્યાન તેનું જે વર્તન હોય છે એ પરથી લાગે છે કે જો મેં તેની મમ્મીને ઇમ્પ્રેસ નહીં કરી અથવા તો તે અમારી રિલેશનશિપ માટે રાજી નહીં થઈ તો તે મને છોડી દેશે. તેના ઘરનું ઑર્થોડોક્સ વાતાવરણ મને અકળાવે છે ને બીજી તરફ તેને ગુમાવવાનો વિચાર કંપાવી દે છે.

GMD Logo

હું એક છોકરાને છેલ્લાં ચાર વર્ષથી લાઇક કરું છું. તેનું ફૅમિલી બહુ ઑર્થોડોક્સ છે. તેના ઘરમાં પપ્પા એન્ટર થાય એટલે સોપો પડી જાય. તકલીફ એ છે કે તેની મમ્મી મને બહુ ઇગ્નોર કરે છે. મારો દોસ્ત પણ કહેતો હોય છે કે મારે તેની મમ્મીને ઇમ્પ્રેસ કરવા માટે કંઈક કરવું જોઈએ, પણ તેની મમ્મી છે જ એટલી ખડૂસ કે સ્માઇલની સામે સ્માઇલ પણ ન આપે. આ બાબતે મારા ફ્રેન્ડ સાથે ઝઘડો થયો. ઝઘડા દરમ્યાન તેનું જે વર્તન હોય છે એ પરથી લાગે છે કે જો મેં તેની મમ્મીને ઇમ્પ્રેસ નહીં કરી અથવા તો તે અમારી રિલેશનશિપ માટે રાજી નહીં થઈ તો તે મને છોડી દેશે. તેના ઘરનું ઑર્થોડોક્સ વાતાવરણ મને અકળાવે છે ને બીજી તરફ તેને ગુમાવવાનો વિચાર કંપાવી દે છે.

 લગ્ન એ પૅકેજ ડીલ છે. એમાં એક જ ચીજ મને પસંદ છે એ લઈને હું તો ચાલી, બાકીની ચીજો ભલે પડી રહેતી એવું ન થઈ શકે. એટલા માટે ન થઈ શકે કેમ કે લગ્ન એ બે વિભિન્ન બૅકગ્રાઉન્ડ, પરંપરા અને વિચારધારા ધરાવતા પરિવારો વચ્ચેનું જોડાણ છે. 
કદાચ અત્યારે તમને લાગતું હશે કે મારે શા માટે તેની મમ્મીને ઇમ્પ્રેસ કરવાની? હું જેવી છું એવો જ મારો સ્વીકાર ન કરે એ તો કેમ ચાલે? હા, કેટલેક અંશે વાત સાચી છે. કોઈકને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં આપણે આપણી અંદરની કોર કહેવાય એવા સત્ત્વને પરિવર્તિત ન કરવું જોઈએ. ધારો કે ઉપરછલ્લું તમે બદલાવાનો ડોળ કરશો તોય એ લાંબાગાળે તમને અને તમારા સંબંધોને જ નુકસાન પહોંચાડશે. પણ જરાક જુદા ઍન્ગલથી વિચારશો તો તમારો બૉયફ્રેન્ડ પણ ખોટો નથી. 
લગ્ન અને પસંદગીના મામલામાં મોટા ભાગે પહેલી આઇસ વૉલ તૂટવી બહુ મહત્ત્વની હોય છે. જો એક વાર એ તૂટી જાય તો એ પછી સંબંધો ખૂબ સરળ થઈ જતા હોય છે. તમે જે વ્યક્તિ સાથે જિંદગી આખી જીવવાનો વિચાર કરી રહ્યા છો તેને જન્મ આપનારી આ વ્યક્તિ સાથે તમારે સંબંધ સુધારવાનો છે એમ વિચારો. તે સ્માઇલ ન આપે તો હું શું કામ? આવી ટણી રાખીને કોઈ સંબંધ મજબૂત ન થાય. એ સાસુ-વહુનો હોય કે મા-દીકરીનો. 
ટુ બી હસબન્ડના પરિવારને પોતીકો બનાવીને અપનાવવાની તૈયારી ન હોય તો જ આગળ વધો. 

relationships columnists sejal patel