17 June, 2024 10:49 AM IST | Goa | Gujarati Mid-day Correspondent
ગોવા
આમ તો ગોવા ઑલટાઇમ ટૂરિસ્ટ પ્લેસ છે, પરંતુ તાજેતરમાં પૂરા થયેલા વેકેશનની સીઝનમાં ગોવામાં સહેલાણીઓની સંખ્યા ૧ કરોડને પાર કરી ગઈ હોવાનું ગોવાના ટૂરિઝમ મિનિસ્ટર રોહન ખૌંટેએ કહ્યું છે. તેમનો દાવો છે કે એમાં ઇન્ટરનૅશનલ સહેલાણીઓની સંખ્યામાં કોવિડ પહેલાં કરતાં ૧૫૦ ટકા જેટલો વધારો થયો છે. ગોવામાં ઑફિશ્યલ ટૂરિસ્ટ સીઝન જૂન મહિનામાં પૂરી થાય છે. એ પછી ચોમાસું પૂરું થવામાં હોય ત્યારે સપ્ટેમ્બરમાં ફરીથી સીઝન શરૂ થશે.