ટોક્યોની સફરને શાનદાર બનાવવા ટોક્યો સ્કાય ટ્રી પરથી શહેરનો અસલી મિજાજ માણો

22 April, 2026 04:46 PM IST  |  Tokyo | Gujarati Mid-day Online Correspondent

વિશ્વનો સૌથી ઊંચો ફ્રી-સ્ટેન્ડિંગ બ્રોડકાસ્ટિંગ ટાવર, ટોક્યો સ્કાય ટ્રી (TOKYO SKYTREE®) નવા પ્રવાસીઓને જમીનથી નહીં પણ આસમાનની ઊંચાઈએથી શહેરને નિહાળવાની તક આપે છે.

ટોક્યો નિહાળવા માટે આ લોકેશન પરફેક્ટ છે

દરેક યાદગાર યાત્રાની શરૂઆત અર્થસભર હોવી જોઈએ. ભારતીય પ્રવાસીઓ માટે ટોક્યો એ પરંપરા અને આધુનિકતાનો એક અનોખો સંગમ છે. એવી દુનિયા જ્યાં વર્ષો જૂની સંસ્કૃતિ અને નિયોન લાઈટ્સથી ઝગમગતી દુનિયા એકબીજામાં ભળી જાય છે. શહેરના આ અસલી મિજાજને સમજવા માટે તેને એક અલગ દ્રષ્ટિકોણથી જોવું જરૂરી છે.

વિશ્વનો સૌથી ઊંચો ફ્રી-સ્ટેન્ડિંગ બ્રોડકાસ્ટિંગ ટાવર, ટોક્યો સ્કાય ટ્રી (TOKYO SKYTREE®) નવા પ્રવાસીઓને જમીનથી નહીં પણ આસમાનની ઊંચાઈએથી શહેરને નિહાળવાની તક આપે છે. અહીંથી દેખાતો કાન્ટો મેદાનનો વિશાળ નજારો પ્રવાસીઓને શહેરની ભૌગોલિક સમજ આપે છે અને તેમની પોતાની "ટોક્યો સ્ટોરી" લખવા માટે પ્રેરિત કરે છે.

ટોક્યો સ્કાય ટ્રી આખા શહેર માટે હોકાયંત્ર સમાન છે. તેના ટેમ્બો ડેક (350 મીટર) અને ટેમ્બો ગેલેરિયા (450 મીટર) પરથી શહેરની ભવ્યતા દેખાય છે. અહીંથી આસાકુસાનું ઐતિહાસિક સેન્સો-જી મંદિર, ઈમ્પિરિયલ પેલેસની હરિયાળી અને આકાશ સ્વચ્છ હોય ત્યારે માઉન્ટ ફૂજીના પણ દર્શન થાય છે.

આ અનુભવ માત્ર વ્યુઇંગ ડેક પૂરતો મર્યાદિત નથી. ટોક્યો સ્કાયટ્રી ટાઉન એક લાઈફ સ્ટાઈલ એક્સપિરીયન્સ છે. તેના નીચેના ભાગમાં આવેલું ટોક્યો સોલામાચી® 300થી વધુ દુકાનો, સ્વાદિષ્ટ વાનગીઓ, પ્લેનેટેરિયમ અને એક્વેરિયમ જેવી સુવિધાઓથી સજ્જ છે, જે પ્રવાસીઓને જાપાની સંસ્કૃતિમાં ધીમે-ધીમે ઓતપ્રોત થવાની તક આપે છે.

ટોક્યો સ્કાય ટ્રીએ પહેલીવાર માચા થીમ પર આધારિત ઇવેન્ટ ટોક્ય માચા ટાઈમ એટ સ્કાય ટ્રીની શરૂઆત કરી છે. અહીં અ મોમેન્ટ ઈન ધી સ્કાય ટુ સેવલ જાપાનીઝ હાર્મનીનું આયોજન કરાયું છે જે 23 એપ્રિલથી 6 જુલાઈ 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન પ્રવાસીઓ જાપાનની જગવિખ્યાત માચા (ગ્રીન ટી) સંસ્કૃતિનો લ્હાવો લઈ શકશે.

 

1860માં સ્થપાયેલા ક્યોટોના પ્રસિદ્ધ ટી હાઉસ `ગિઓન સુજિરી` ના સહયોગથી આયોજિત આ ઇવેન્ટ જાપાની ચા પરંપરાનો અદભૂત અનુભવ કરાવશે: સ્કાયટ્રી કેફે (350મા માળે) પર વસનબોન ઉજી માચા ઓ લેટ અને ઉજી માચા સેવરી જાપાનીઝ સન્ડે જેવી ખાસ વાનગીઓનો આનંદ માણી શકાશે. જે પ્રવાસીઓ પરંપરાને વધુ નજીકથી જાણવા માંગે છે, તેમના માટે "ટોક્યો સ્કાય ટી સેરેમની" નું આયોજન કરાશે, જેમાં ચા પીવાની પરંપરાગત રીતો શીખવવામાં આવશે.

ઓબ્ઝર્વેશન ડેક પર પરંપરાગત ટી-રૂમથી પ્રેરિત સુંદર જગ્યાઓ હશે, જેમ કે 350મા માળે “એરિયલ ટી સીટ” અને 340મા માળે “સ્પેશિયલ વિન્ડો સીટ”. રાત્રિના સમયે ટાવર "કિસ્સાકો" નામની વિશેષ લાઇટિંગથી માચા ગ્રીન રંગમાં ઝળહળી ઉઠશે, જે જાણે ચા બનાવવાની પ્રક્રિયાને જીવંત કરતી હોય તેવો ભાસ કરાવશે.

શહેરની સાચી ઓળખ મેળવવા માંગતા પ્રવાસીઓ માટે ટોક્યો સ્કાય ટ્રી એ અજાણ્યા રસ્તાઓ અને અવિસ્મરણીય યાદો વચ્ચેનો સેતુ છે. અહીંથી મળેલી દ્રષ્ટિને કારણે, જ્યારે પ્રવાસીઓ ગિંઝા કે શિબુયાની ગલીઓમાં ફરશે, ત્યારે તેઓ શહેરને માત્ર જોશે નહીં, પણ તેની અનુભૂતિ કરશે.

tokyo japan travel travel news food news travelogue