મહારાષ્ટ્રમાં HSCનું પરિણામ જાહેર: કોંકણ વિભાગે કર્યું ટોપ, મુંબઈ એકદમ તળિયે

25 May, 2023 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોર્ડે બપોરે 2 વાગ્યે સત્તાવાર વેબસાઇટ પર મહારાષ્ટ્રનું HSC પરિણામ 2023 જાહેર કર્યું છે, આ વખતે પણ છોકરીઓએ મારી બાજી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE)એ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર અથવા HSC એટલે કે ધોરણ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ (Maharashtra HSC Result) આજે, 25 મે જાહેર કર્યું છે. બોર્ડે બપોરે 2 વાગ્યે સત્તાવાર વેબસાઇટ પર મહારાષ્ટ્રનું HSC પરિણામ 2023 જાહેર કર્યું છે.

મહારાષ્ટ્ર બોર્ડ (Maharashtra Board)નું પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ Mahahsscboard.in, Mahresult.nic.in, Hscresult.mkcl.org અને hsc.mahresults.org.in પર ઉપલબ્ધ થશે. આ વર્ષે, મહારાષ્ટ્રમાં લગભગ 14 લાખ વિદ્યાર્થીઓએ HSC અથવા ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 21 માર્ચ 2023 દરમિયાન યોજાઈ હતી. એકંદરે પાસિંગ ટકાવારી 91.25 ટકા છે.

આ રીતે જુઓ રિઝલ્ટ

  1. ઉપર દર્શાવેલ સત્તાવાર વેબસાઇટ્સમાંથી એક પર જાઓ.
  2. હોમ પેજ પર ઉપલબ્ધ મહારાષ્ટ્ર બોર્ડ HSC રિઝલ્ટ 2023 લિંક પર ક્લિક કરો.
  3. હવે, લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  4. તમારું રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.
  5. પરિણામ તપાસો અને તેને ડાઉનલોડ કરો.

ગયા વર્ષે, મહારાષ્ટ્રમાં 94.22% વિદ્યાર્થીઓએ HSC પરીક્ષા પાસ કરી હતી. આ સંખ્યા 2021 કરતાં 5.41 ટકા ઓછી હતી. આ વર્ષે 12માનું 91.25 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં કોંકણ વિભાગ મોખરે છે. કોંકણ વિભાગ 96.01 ટકા પરિણામ સાથે સૌથી ઉપર છે, જ્યારે મુંબઈ વિભાગ 88.13 ટકા સાથે તળિયે છે. આ વર્ષે પણ 12મા ધોરણના પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે. 93.73 ટકા છોકરીઓ પાસ થઈ છે, જ્યારે છોકરાઓના પરિણામની ટકાવારી 89.14 ટકા છે.

આ પણ વાંચો: Gujarat SSC Result:કુલ પરિણામ 64.62 ટકા જાહેર, સુરત જિલ્લો રહ્યો મોખરે

વિભાગ મુજબ રિઝલ્ટ

ઉલ્લેખનીય છે કે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી 12મી બોર્ડની પરીક્ષા 21મી ફેબ્રુઆરી 2023થી 21મી માર્ચ 2023 દરમિયાન યોજાઇ હતી. શિક્ષણ બોર્ડે માહિતી આપી હતી કે સમગ્ર રાજ્યમાંથી 14 લાખ 57 હજાર 293 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા રાજ્યભરમાં 3 હજાર 195 કેન્દ્રો પર લેવામાં આવી હતી.

mumbai mumbai news maharashtra Education