નવા વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, પ્રવાસીઓ માટે લીધો આ મોટો નિર્ણય, જાણો

27 November, 2021 08:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. આ દરમિયાન ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવના પત્ર બાદ રાજ્ય સરકાર (gujarat government) હરકતમાં આવી છે. એરપોર્ટ ખાતે સઘન ચેકીંગ અને કોરોના ટેસ્ટ (corona test) ફરજિયાત કરવા ગુજરાતના આરોગ્ય વિભાગે (health department) પરિપત્ર જાહેર કર્યો છે. 

સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, યુરોપ, બ્રાઝીલ,  યુનાઇટેડ કિડમ, બોસ્ટવાના, ચાઇના, ઝિમ્બાબ્વે, હોંગકોગ,મોરેશિયસ અન ન્યુઝીલેન્ડથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ફરજિયાપણે આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR) કરવામાં આવશે. આ સાથે જ જો પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો સેમ્પલનું જીનોમ સિક્વસન્સ માટે મોકલવાની પણ કડક સૂચના અપાઈ છે. રેલવે સ્ટેશન પર આરટીપીસીઆર (RTPCR)અને રેપિડ ટેસ્ટની સુવિધા અપાઈ છે.  કોરોના વાયરસનું સંક્રમણ અટકાવી શકાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

વિશ્વમાં જોવા મળી રહેલા નવા કોરોના સ્ટ્રેઈનથી ખળભળાટ મચી ગયો છે. WHO એ નવા કોરોના સ્ટ્રેઈનનું નામ ઓમીક્રોન (Omicron) આપી તેને વેરિયન્ટ ઓફ કન્સર્નમાં સમાવેશ કર્યો છે.  તો બીજી તરફ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ કોરાના ટેસ્ટીંગની પ્રક્રયા હાથ ધરવામાં આવી છે. 
માસ્ક ન પહેરેલા પ્રવાસીઓના ટેસ્ટ કરવાની કામગીરીને ઝડપી બનાવવામાં આવી રહી છે. જે કોઈ મુસાફરમાં કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી, ઉધરસ અને તાવ દેખાય તેમના ટેસ્ટ કરવામા આવે છે. 

મહત્ત્વની વાત એ છે કે એક તરફ જ્યાં ભારત સહિત અન્ય કેટલાક દેશમાં કોરોના કેસ ઘટ્યા છે, એવામાં ફરી એકવાર ભારત સરકારના આરોગ્ય વિભાગે કોરોનાના નવા વેરિયન્ટ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. તો બીજી બાજુ અમદાવાદ-શારજાહ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અઠવાડિયામાં 2 દિવસ આ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. અરેબિયન દેશની એર અરેબિયા એરલાઇન્સ આ ફ્લાઇટનું સંચાલન કરવાની છે. જેથી કરી મિડલ ઇસ્ટ, જેમ કે કુવૈત, દુબઈ, શારજાહ, કતાર વગેરે જેવા દેશો સાથે એર કનેક્ટિવિટિ વધશે અને મુસાફરોને એનો લાભ થશે.

gujarat gujarat news coronavirus