13 July, 2025 07:22 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
વિમાન દુર્ઘટના ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના શરૂઆતના રિપૉર્ટ પર એક્સપર્ટ સંજય લાઝરે કહ્યું કે આ રિપૉર્ટ જવાબથી વધારે પ્રશ્નો ઊભા કરે છે. આમાં અનેક ખામીઓ છે, જે તપાસ આગળ વધતાં કદાચ જવાબ મળી જાય.
ગયા મહિને થયેલા ઍર ઈન્ડિયા વિમાન અકસ્માતનો શરૂઆતનો રિપૉર્ટ સામે આવ્યો છે. આથી ખબર પડી છે કે ટેકઑફની તરત બાદ વિમાનના બન્ને ફ્યૂલ સ્વિચ કટઑફ થઈ ગયા હતા. આ કારણે એન્જિનને ઇંધણ પહોંચવાનું બંધ થઈ ગયું હતું. શરૂઆતના રિપૉર્ટ પર વિભિન્ન એક્સપર્ટ્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ રિપૉર્ટ પર એવિએશન એક્સપર્ટ સંજય લાઝરે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે પૂછ્યું કે આખરે આ રિપૉર્ટના ત્રણ દિવસ પહેલા જ અમેરિકન મીડિયાને અલર્ટ કરી દેવામાં આવી હતી.
વિમાન દુર્ઘટના ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના શરૂઆતના રિપૉર્ટ પર સંજય લાઝરે કહ્યું, "આ રિપૉર્ટ જવાબથી વધારે પ્રશ્નો ઊભા કરે છે. આમાં અનેક ખામીઓ છે, જે તપાસ આગળ વધવા પર કદાચ ભરાઈ જાય. જો કે, મને કેટલાક વાંધા છે. અમેરિકન મીડિયાને ત્રણ દિવસ પહેલા કેવી રીતે સતર્ક કરી દેવામાં આવી. AAIBને કૉકપિટ વૉઇસ રેકૉર્ડરની સંપૂર્ણ ટ્રાન્સક્રિપ્ટ સાર્વજનિક કરવી જોઈતી હતી. માત્ર એક લાઈન વિશે જનતાને માહિતી આપવાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. મને નથી લાગતું કે જ્યારે તપાસ પૂરી નહોતી થઈ, તો AAIB દ્વારા રિપૉર્ટનીછ છેલ્લી લાઈનમાં કહેવું કે બોઈંગ કે જનરલ ઇલેક્ટ્રિક માટે કોઈપણ સુરક્ષા ભલામણ નથી, સૌથી યોગ્ય વાત હતી. આનો અર્થ છે કે તમે તમારા હાથ ખંખેરી લીધા છે અથવા આ તમે નક્કી કરી લીધું છે કે કંઇક બીજું જ છે."
તો, ડીજીસીએના પૂર્વ ફ્લાઈટ ઑપરેશન્સ ઇન્સ્પેક્ટર કૅપ્ટન પ્રશાંત ઢલ્લાએ રિપૉર્ટ પર કહ્યું, "એવા અનેક પાસાં છે જેના પર સરકાર અને એજન્સીઓ ધ્યાન આપી રહી છે. રિપૉર્ટ અનેક ભાગમાં વિભાજિત થશે. જો આપણે ઝીણવટથી જોઈએ તો, પાઇલટ્સની વાતચીત, તેમની ઉડાનના કલાકો, એન્જિન વિશે શું કહેવામાં આવ્યું હતું અને તેમણે કઈ પ્રક્રિયાનું પાલન કર્યું. આ એક પ્રારંભિક અહેવાલ છે અને તેમાંના ઘણા પરિબળો જોવામાં આવશે. ફ્યૂલ કટ સિસ્ટમ એક એવી પ્રક્રિયા છે જેમાં પાઇલટ એન્જિનમાં પાવર પાછી લાવવાનો પ્રયાસ કરે છે. તે સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતો, તે સમયે તેમણે એટીસીનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેઓ ખૂબ જ અનુભવી પાઇલટ હતા.``
નોંધનીય છે કે 12 જૂનના રોજ, લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ મેડિકલ કૉલેજ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર 242 લોકોમાંથી એક સિવાય બધાના મોત થયા હતા. મુસાફરો અને ક્રૂ સભ્યો સિવાય, આ વિમાન દુર્ઘટનામાં 19 વધુ લોકો માર્યા ગયા હતા. આ એક દાયકાની સૌથી ભયંકર વિમાન દુર્ઘટના હતી. અકસ્માત અંગે ઍરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા રજૂ કરાયેલા પ્રારંભિક અહેવાલમાં ક્રેશ થયેલા બોઇંગ 787-8 પર `ફ્યુઅલ સ્વીચ` બંધ થવાને કારણે બંને પાઇલટ્સ વચ્ચે મૂંઝવણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે."