અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓએ અધવચ્ચે સ્કૂલ છોડી

01 September, 2025 10:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સ્ટુડન્ટની હત્યા પછી ચિંતિત અને રોષે ભરાયેલા વાલીઓ બાળકોનાં લિવિંગ સર્ટિફિકેટ્સ કઢાવવા લાગ્યા

અમદાવાદની સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ

અમદાવાદની સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં સ્ટુડન્ટની હત્યા થયા બાદ વાલીઓની ચિંતા વધી ગઈ છે. તંત્ર દ્વારા સ્કૂલ સામે કોઈ કાર્યવાહીનો અંદેશો ન આવતાં વાલીઓ પોતાનાં બાળકોનું ઍડ્‍મિશન કૅન્સલ કરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લિવિંગ સર્ટિફિકેટ (LC) માટે સ્કૂલને અરજી મળી છે અને LC તૈયાર કરી દેવામાં આવ્યાં છે. આ સ્ટુડન્ટ્સ બીજી સ્કૂલોમાં ઍડ્‍મિશન મેળવી રહ્યા છે.

સ્કૂલમાં સ્ટુડન્ટની હત્યા બાદ સ્થાનિક લોકો પણ સ્કૂલનો વિરોધ કરી રહ્યા છે અને શિક્ષણ અધિકારીએ પણ તપાસનો આદેશ આપ્યો છે. વાલીઓ કહે છે કે ‘સ્કૂલમાં અભ્યાસ ઠીક છે, પણ વહીવટ ખરાબ છે. અમે નથી ઇચ્છતા કે અમારાં બાળકો અહીં અભ્યાસ કરે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં છરીચપ્પુ લઈને આવે એ કેવી રીતે ચાલે.’

સેવન્થ-ડે સ્કૂલના પ્રિન્સિપાલ જી. ઇમૅન્યુઅલને બરતરફ કરવામાં આવ્યા છે. સ્કૂલના નવા કાર્યકારી આચાર્ય અને પ્રમુખ તરીકે રૉબિન્સનની નિમણૂક કરવામાં આવી છે.

ahmedabad murder case Education news gujarat gujarat news