બળાત્કાર કેસમાં આસારામ દોષી, કૉર્ટ કાલે કરશે સજાની જાહેરાત

30 January, 2023 07:39 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

2013ના બળાત્કાર મામલે સેશન્સ કૉર્ટ દ્વારા તેને દોષી જાહેર કરવામાં આવ્યા છે અને કાલે સજાની જાહેરાત કરી દેવામાં આવશે. તે કેસમાં કૉર્ટે બીજા આરોપીને નિર્દોષ જણાવીને છોડી દીધો છે.

ફાઈલ તસવીર

આસારામ બાપૂની (Asaram Bapu) મુશ્કેલી વધવાની છે. 2013ના બળાત્કાર મામલે સેશન્સ કૉર્ટ દ્વારા તેને દોષી જાહેર કરવામાં આવ્યા છે અને કાલે સજાની જાહેરાત કરી દેવામાં આવશે. તે કેસમાં કૉર્ટે બીજા આરોપીને નિર્દોષ જણાવીને છોડી દીધો છે. એવામાં એકને રાહત મળી છે તો બીજાને મોટો ઝટકો લાગ્યો છે.

શું છે મામલો, કૉર્ટે શું કહ્યું?
જણાવવાનું કે 2013ના કેસમાં આસારામ પર સૂરતની (Surat) છોકરીનો બળાત્કાર કરવાનો આરોપ હતો. તો તેની સાથે તે જ પીડિતાની નાની બહેનનો બળાત્કાર કરવાનો આરોપ નારાયણ સાઈ પર મૂકાયો હતો. આ મામલે આસારામ સિવાય તેમની પત્ની લક્ષ્મી, દીકરી ભારતી અને ચાર મહિલા અનુયાયી ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરા પણ આરોપી છે. આમ તો આ વખતે આસારામને વર્ચ્યુઅલી કૉર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કૉર્ટે આસારામને દોષી તો માન્યા પણ સજાની જાહેરાત કરી નહીં. કહેવામાં આવ્યું છે કે કાલે સજાને લઈને નિર્ણય આપવામાં આવશે.

સજા પર સજા... રાહતની આશા નજીવી
અહીં એ સમજવું જરૂરી છે કે પહેલાથી જ આસારામ બળાત્કારના બીજા કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે. હાલ તે જોધપુરની જેલમાં જ બંધ છે. આમ તો આ પહેલા જ્યારે પણ આસારામને કૉર્ટ પાસે રાહતની આશા રાખી છે, તેને આંચકો જ લાગ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ સુપ્રીમ કૉર્ટમાં આસારામની એક જામીન અરજી પર સુનાવણી થઈ હતી. તે સમયે આસારામે કહ્યું હતું કે વધતી ઊંમર અને ખરાબ તબિયતને કારણે તેને જામીન મળવા જોઈએ. પણ કૉર્ટે કેસની ગંભીરતાને સમજતા આમ કર્યું નહીં. 

આ પણ વાંચો : આયુર્વેદિક સારવારની આસારામની અરજી: સુપ્રીમે જવાબ માગ્યો

હવે એક તરફ તે જૂના કેસમાં સજા ચાલી રહી છે, ત્યાં સૂરતવાળા કેસમાં પણ સજાની જાહેરાત થવા જઈ રહી છે. એટલે કે લાંબા સમય સુધી આસારામને કોઈ રાહત મળવાની નથી.

gujarat gujarat news surat gandhinagar sexual crime asaram bapu Crime News