13 July, 2026 05:54 PM IST | Gandhinagar | Bespoke Stories Studio
શ્યામ ગ્રુપ-ધોલેરા SIRના ડિરેક્ટર શ્રી હાર્દિક શાહ સાથેની વાતચીત
920 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો, ધોલેરા SIR માત્ર અન્ય એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નથી, પરંતુ તે ભારતનું સૌથી મહત્વાકાંક્ષી ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે. એક દાયકાથી વધુ સમયથી, શ્યામ ગ્રુપ આ વિકાસ ગાથામાં એક મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે, તેની જટિલતાઓને સમજી છે અને તેની સંભાવનાઓને સાકાર કરી રહ્યું છે. પ્લોટેડ ડેવલપમેન્ટ્સ શરૂ કરવાથી લઈને 27 ટાઉન પ્લાનિંગ યોજનાઓના ચક્રવ્યૂહમાં મૂંઝાયેલા રોકાણકારોને યોગ્ય માર્ગદર્શન આપવા સુધી, આ ગ્રુપે આ વિસ્તારના પરિવર્તનમાં પોતાને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાન આપ્યું છે.
શ્યામ ગ્રુપ-ધોલેરા SIRના ડિરેક્ટર શ્રી હાર્દિક શાહે, અમારી સાથેની વાતચીતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપનારા પરિબળોનું વિશ્લેષણ કર્યું, રોકાણ સાથે જોડાયેલી સામાન્ય ભ્રમણાઓને દૂર કરી અને 2030 સુધીમાં સફળતા કેવી દેખાય રહી છે તેનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું.
વૃદ્ધિના ઉત્પ્રેરક: એરપોર્ટ, ઇન્ડસ્ટ્રી અને કનેક્ટિવિટી
હાર્દિક શાહ કોઈપણ શંકા વિના જણાવે છે કે, "ધોલેરા નિઃશંકપણે ભારતનું સૌથી મહત્વાકાંક્ષી ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે." તેઓને આગામી રિયલ એસ્ટેટ વેવના મુખ્ય કારણો વિશે પૂછવામાં આવતા, તેઓએ સીધા જ આગામી આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરપોર્ટ તરફ ઇશારો કર્યો.
"કાર્ગો એરપોર્ટનું ફ્લાઇટ ટેસ્ટિંગ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે, અને આગામી ત્રણ વર્ષમાં પેસેન્જર એરપોર્ટ બનાવવામાં આવશે. એકવાર તે પેસેન્જર એરપોર્ટ તૈયાર થઈ જવા પર, તે એશિયાનું બીજું સૌથી મોટું એરપોર્ટ બની જશે."
પરંતુ એવિએશન જ એકમાત્ર ક્ષેત્ર નથી જે ભવિષ્યમાં મોટું પરિવર્તન લાવશે. હાર્દિક શાહે એ વાત પર ભાર મૂક્યો કે ઔદ્યોગિક દિગ્ગજો પહેલેથી જ પોતાનો પાયો નાખી રહ્યા છે. "ટાટા અને રીન્યુ જેવી કંપનીઓએ તેમના પ્રોજેક્ટ્સ શરૂ કરી દીધા છે. એકવાર તેમના પ્લાન્ટ કાર્યરત થઈ જશે, ત્યારે તે આ સમગ્ર વિસ્તારને વિશાળ પાયે પ્રોત્સાહન આપશે."
વિકાસની દિશા પર નજર રાખતા રોકાણકારો માટે સંદેશ સ્પષ્ટ છે: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઝડપથી જીવંત, આર્થિક કોરિડોરમાં ફેરવાઈ રહી છે.
લાગણીઓને સમજવી અને ગેરમાન્યતાઓને દૂર કરવી
આટલા મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે, રોકાણકારો અને અંતિમ-વપરાશકર્તાઓના વિચારમાં સ્વાભાવિક રીતે બદલાવ આવી રહ્યો છે. હાર્દિક શાહનું કહેવુ છે કે વળતર સ્પષ્ટ સમયરેખાને અનુસાર મળશે.
"કોઈપણ શહેરમાં, જ્યારે એકવાર એરપોર્ટ તૈયાર થઈ જાય, પછી રેસ્ટોરન્ટ, હોટલ જેવી કોમર્શિયલ જગ્યાઓ ચોક્કસપણે બની જાય છે. આગામી બે થી ત્રણ વર્ષમાં, લોકો આ વિસ્તારમાં રહેવાનું શરૂ કરશે. તે સમયગાળામાં આપણને ચોક્કસપણે સારૂં વળતર મળશે."
જોકે, તેઓએ સંભવિત ખરીદદારોને સતાવતી ધોલેરાના વિશાળ કદ વિશેની સૌથી મોટી ગેરસમજ વિશે ખુલીને વાત કરી. "આખો વિસ્તાર 920 ચોરસ કિલોમીટરનો છે, જે કોમર્શિયલ, રેશિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ, સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટ ઝોનમાં વહેંચાયેલો છે. 27 સબ-ટાઉન પ્લાન છે, અને રોકાણકારો ખાતરીબદ્ધ નથી કે આગળ કયું આવશે."
આ તે જગ્યા છે જ્યાં શ્યામ ગ્રુપ પોતાને અલગ પાડે છે. "એક ડેવલપર તરીકે, અમે તેમના હોલ્ડિંગ હોરાઈઝનના આધારે તેમને માર્ગદર્શન આપીએ છીએ." હાર્દિક શાહ સમજાવે છે. "જો તમારી પાસે ત્રણથી ચાર વર્ષની સમય-સીમા હોય, તો અમે આ વિસ્તારને સૂચવીએ છીએ. જો તમારી પાસે સાત વર્ષ હોય, તો અમે તે સૂચવીએ છીએ. 10થી 12 વર્ષના સમય-સીમા માટે, અમે અન્ય એક ટાઉન પ્લાનની ભલામણ કરીએ છીએ. અમારૂં કામ પારદર્શક, સુયોગ્ય સલાહ આપીને આત્મવિશ્વાસ વધારવાનું છે."
પ્લોટેડ ડેવલપમેન્ટ ફાયદો
મોટા મેટ્રોપોલિટન શહેરોમાં જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે પ્લોટેડ ડેવલપમેન્ટ્સ લાંબા ગાળાના સંપત્તિ સર્જનના સાધન તરીકે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યા છે. હાર્દિક શાહ સંપૂર્ણ રીતે સંમત થાય છે અને અમદાવાદના વિસ્તરણ અને ધોલેરાના ભવિષ્ય વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે.
"જ્યારે પણ નજીકનું શહેર વિકસે છે, ત્યારે તેની આસપાસના 40થી 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવનારા વિસ્તારોમાં પણ આગામી દાયકામાં હંમેશા વિકાસ થતો હોય છે. અમદાવાદ હાલમાં તમામ દિશામાં - પૂર્વ, પશ્ચિમ, દરેક બાજુએથી વિકસી રહ્યું છે. જેમ જેમ ધોલેરાનો વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ અમદાવાદનો પણ વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો કોરિડોર એ સ્થળ છે કે જ્યાં આયોજનબદ્ધ વિકાસ ચોક્કસપણે ખીલી ઉઠશે."
જે ખરીદદારો શહેરી વિસ્તારોમાં ખરીદી કરી શકતા નથી તેઓ માટે, આ એક આકર્ષક વિકલ્પ છે: જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ હજુ ખુલી રહ્યો હોય ત્યારે જમીન ખરીદો, અને આ બંને શહેરો એક આર્થિક કેન્દ્રમાં કુદરતી રીતે ભળી જાય ત્યારે તેનો ફાયદો ઉઠાવો.
2030નું વિઝન: ગુજરાત માટે એક નવું આર્થિક એન્જિન
આ દાયકાની ફિનિશ લાઇન તરફ નજર કરતાં, હાર્દિક શાહ એક સર્વાંગી, એકબીજા સાથે જોડાયેલી ઇકોસિસ્ટમની રૂપરેખા રજૂ કરે છે, જે ગુજરાતના આર્થિક પરિદ્દશ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે.
"કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત મેટ્રો રેલનું કામ 2029 સુધીમાં પૂર્ણ થશે. એરપોર્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે, અને તમામ મુખ્ય પ્લાન્ટ કાર્યરત થશે. આનાથી ગુજરાતના અર્થતંત્રને ચોક્કસપણે જબરદસ્ત પ્રોત્સાહન મળશે."
શ્યામ ગ્રુપ માટે, આગામી સમય પણ એટલો જ ગતિશીલ છે. "અમે ધોલેરા નજીક સર (SIR)ની અંદર બેથી ત્રણ સુંદર પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યા છીએ," હાર્દિક શાહે ઉજાગર કર્યું. "અમે આ વિસ્તારના વિકાસમાં ખૂબ જ સારૂં યોગદાન આપીશું."
જેમ-જેમ ભારત શહેરી આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ ધોલેરા સંકલિત નીતિ અને ખાનગી સાહસોની સફળતાનું ઉદાહરણ બની રહ્યું છે. એક સ્પષ્ટ રોડમેપ, પારદર્શક માર્ગદર્શન અને એક દાયકા લાંબા ટ્રેક રેકોર્ડ સાથે, શ્યામ ગ્રુપ ફક્ત જમીન વેચી રહ્યું નથી - તેઓ ગુજરાત અને તેની બહાર એક સ્માર્ટ, ટકાઉ ભવિષ્યનો પાયો નાંખી રહ્યા છે.
ધોલેરામાં ભારતનું સ્માર્ટ સિટીનું સ્વપ્ન આકાર લઈ રહ્યું છે. 920 ચોરસ કિલોમીટરમાં છૂપાયેલી અપાર સંભાવનાઓ ખુલવાની રાહ જોઈ રહી છે, પ્રશ્ન એ નથી કે આ પરિવર્તન થશે કે નહીં - પ્રશ્ન એ છે કે વિઝનરી ડેવલપર્સ અને ભવિષ્યને ધ્યાનમાં રાખતા રોકાણકારો સાથે મળીને તેને વાસ્તવિકતા બનાવવા માટે કેટલી ઝડપથી કામ કરી શકે છે.