આવક ઓછી અને ખર્ચ વધારે, નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ : સરકાર

08 June, 2021 01:25 PM IST  |  Gandhinagar | Agency

ગુજરાત પહોંચેલા કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને સવાલ કરાયો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થશે કે કેમ? જે વિશે પ્રધાને કહ્યું કે અત્યારે સરકારની આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. દેશમાં અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ કિંમતોમાં વધારો કરી રહી છે અને જનતા ઊંચી કિંમતોના મારથી પરેશાન છે. આ વચ્ચે દેશના પેટ્રોલિયમ પ્રધાને સંકેત આપ્યા છે કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાં હાલમાં કોઈ રાહત મળશે નહીં.

ગુજરાત પહોંચેલા કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને સવાલ કરાયો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થશે કે કેમ? જે વિશે પ્રધાને કહ્યું કે અત્યારે સરકારની આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ દરમિયાન આવક ઓછી રહી અને ૨૦૨૧-’૨૨માં પણ આવક ઓછી રહેવાની સંભાવના છે. આવક ઓછી થઈ છે અને સરકારનો ખર્ચ વધી રહ્યો છે.

gujarat gandhinagar