07 November, 2025 12:44 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર
ભારતના રાષ્ટ્રગીત વન્દે માતરમ્ની રચનાને ૧૫૦ વર્ષ પૂરાં થતાં ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં આજે તમામ સરકારી ઑફિસો તેમ જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ને બદલે સવારે ૯.૩૦થી સાંજે ૫.૧૦ સુધીનો રહેશે. આજે સવારે ૯.૩૦ વાગ્યે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહીને વન્દે માતરમ્નું સામૂહિક ગાન કરશે. ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સામૂહિક ગાન થશે. આ ઉપરાંત ભારત માતાની સેવા અને સન્માન માટે સ્વદેશીના શપથ લેવામાં આવશે.