09 May, 2026 08:55 AM IST | Navsari | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
નવસારી જિલ્લાના ધમડાછા ગામમાં અંબિકા નદીના રમ્ય તટે પ્રાચીન કાળથી બિરાજમાન શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિરના ૨૪મા પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન રવિવારે ૧૦ મેએ કરવામાં આવ્યું છે. મહોત્સવના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે યજ્ઞ પ્રારંભ થશે, દેવઆહુતિ-પૂર્ણાહુતિ બપોરે ૨.૩૦થી ૬ વાગ્યા દરમ્યાન તેમ જ સાંજે ૬.૩૦થી ૯ વાગ્યા દરમ્યાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાતે ૯.૩૦થી ૧૨ વાગ્યા દરમ્યાન ભજન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે સંચાલન સમિતિના સભ્યો જયંતી પટેલ (95748 35607) અથવા ભરત પટેલ (99259 47191)નો સંપર્ક કરવો.