ગુજરાતના મંત્રીમંડળમાં 25 મંત્રીઓએ લીધા શપથ, જાણો કોને મળ્યું કેબિનેટમાં સ્થાન 

16 September, 2021 03:13 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના નવા મંત્રીમંડળના સભ્યોનો આજે શપથગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

ગુજરાતના મંત્રીમંડળમાં 25 મંત્રીઓએ લીધા શપથ (તસવીરઃ સૌ.ભાજપ ગુજરાત ટ્વિટર)

ગુજરાતના નવા મંત્રીમંડળના સભ્યોનો આજે શપથગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીઓએ શપથ લીધા હતાં.  જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લીધા છે. જેમાં કેબિનેટ કક્ષાના 10 મંત્રી અને 5 સ્વતંત્ર અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓએ શપથ લીધા. સૌપ્રથમ કેબિનેટ પ્રધાન તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે શપથ લીધા હતાં.

આ ઉપરાંત કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા છે. કેબિનેટના 10 મંત્રીની શથપવિધિ બાદ રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, ભ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજવામાં આવશે. જે બેઠકમાં આ મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે. 


કેબિનેટ કક્ષાના 10 મંત્રીઓના નામ

ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
નરેશ પટેલ, ગણદેવી
પ્રદીપ પરમાર, અસારવા
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
ઋષિકેશ પટેલ, વીસનગર
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
કનુભાઈ દેસાઈ, પારડી
કિરીટસિંહ રાણા, લીંબડી


રાજ્યકક્ષાના નવ મંત્રીઓના નામ 

મુકેશ પટેલ, ઓલપાડ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
વિનુ મોરડિયા, કતારગામ
દેવા માલમ, કેશોદ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા


રાજ્યકક્ષાના પાંચ મંત્રીઓના નામ (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી, મજુરા
બ્રિજેશ મેરજા, મોરબી
મનીષા વકીલ, વડોદરા
જગદીશ પંચાલ, નિકોલ
જીતુ ચૌધરી, કપરાડા

શપથગ્રહણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

 

gujarat gujarat news gujarat politics gandhinagar bhupendra patel