01 November, 2025 02:15 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલ લપસી પડ્યા
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ગઈ કાલે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં યોજાયેલી યુનિટી-માર્ચના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સીડી પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે અચાનક લપસી ગયા હતા. જોકે તેમને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદમાં વરસાદી વાતાવરણ હતું અને સીડી પરનું કાપડ ભીનું હોવાને કારણે ભૂપેન્દ્ર પટેલ લપસી પડ્યા હશે. આ ઘટનાને પગલે તેમના ગાર્ડ્સ તેમની પાસે દોડી ગયા હતા. ભૂપેન્દ્ર પટેલ માટે સૌને આદર હોવાથી આ ઘટનાથી ત્યાં હાજર સૌકોઈમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.