ચાર દિવસ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે ગુજરાતે

15 April, 2026 12:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાજકોટ ૪૨ ડિગ્રી ગરમીમાં શેકાયું, અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત

ગરમીથી લોકો પરેશાન

ગુજરાતમાં ૪ દિવસ સુધી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે.

ગઈ કાલે સૌથી વધુ ૪૨ ડિગ્રી ગરમી રાજકોટમાં પડી હતી, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો ૪૧.૪ ડિગ્રીએ રહેતાં કાળઝાળ ગરમીથી શહેરના લોકો ત્રસ્ત થયા હતા. ખાસ કરીને ગરમ પવનોથી ટૂ-વ્હીલરચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા. ગુજરાતમાં ગઈ કાલે અમરેલીમાં ૪૧.૧, સુરેન્દ્રનગરમાં ૪૧, ગાંધીનગરમાં ૪૦.૮, વલ્લભવિદ્યાનગરમાં ૪૦.૫ અને કંડલામાં ૪૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

gujarat gujarat news Weather Update indian meteorological department heat wave ahmedabad rajkot gandhinagar