સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં આભ ફાટ્યું : ૪ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો

16 July, 2024 08:08 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

સાંબેલાધાર વરસાદને કારણે મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં

ઉમરપાડા પંથકમાંથી પસાર થતી મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ગઈ કાલે સવારે આભ ફાટ્યું હતું અને ૪ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદથી તાલુકો લથબથ થઈ ગયો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. સાંબેલાધાર વરસાદને કારણે મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં. માત્ર ઉમરપાડા જ નહીં, નેત્રંગ અને ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. જોકે રાહતની વાત એ બની હતી કે આ પહાડી વિસ્તાર હોવાને કારણે સાંજ પડતાં પરિસ્થિતિ થાળે પડતાં તંત્રએ હાશકારો લીધો હતો.

surat Gujarat Rains monsoon news gujarat gujarat news