અમિત શાહ અને રૂપાણી હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

13 September, 2021 08:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરમાં શપથ સમારોહમાં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે લેશે શપથ.

ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ ( પલ્લવ પાલીવાલ)

તેમના સમર્થકોમાં દાદા તરીકે જાણીતા ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ આજે બપોરે ગુજરાતના 17 માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. શનિવારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. 59 વર્ષીય ભાજપના નેતા ભૂપેન્દ્ર પટેલની રવિવારે ગુજરાત ભાજપ વિધાન દળની બેઠકમાં સર્વાનુમતે મુખ્યપ્રધાન પદ માટે પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના 103 ધારાસભ્યો હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જ્યારે કેબિનેટના સભ્યોના શપથગ્રહણ કાર્યક્રમ બે દિવસ બાદ કરવામાં આવશે.

શપથવિધી દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત ભુપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયાં હતાં.શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતાં. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતીમાં ટ્વિટ કરી આપી શુભેચ્છા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગોવાના મુખ્યમંત્રીઓ ગુજરાતના નામાંકિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં. ભાજપના કેન્દ્રીય નિરીક્ષક, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં અમદાવાદના ઘાટલોડિયાથી ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ નેતા તરીકે ચૂંટાયા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન બનનાર ભૂપેન્દ્ર પટેલ પાંચમા પાટીદાર બન્યાં જ્યારે કડવા પાટીદાર સમાજના પ્રથમ મુખ્યમંત્રી બન્યાં.

                                                                   શપથગ્રહણ સમારોહમાં અનેક દિગ્ગજ નેતાઓએ આપી હાજરી ( તસવીરઃ પલ્લવ પાલીવાલ)

 

આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપે ફરી એકવાર પાટીદાર ચહેરો પાટીદાર વોટ બેંક સામે મુક્યો છે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં, ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર રહ્યાં. રાજભવન ગાંધીનગરમાં શપથગ્રહણ સમારોહનું આયોજન થયેલુ છે.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહેલાં, ભૂપેન્દ્ર પટેલે રવિવારે સાંજે જ સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અગાઉ રવિવાર બપોર સુધી કોઈને ખ્યાલ નહોતો કે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ લો પ્રોફાઈલ એવા ભૂપેન્દ્ર યાદવ તેમના માથા પર તાજ પહેરાવશે.

gujarat politics gujarat cm gujarat news bhupendra patel gandhinagar