જોઈ લો, મોદીના ગામનું નવુંનક્કોર રેલવે સ્ટેશન

15 July, 2021 03:03 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વડનગર – મોઢેરા – પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત તેનો વિકાસ કરવામાં આવ્યો છે. નક્શીકામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું

જોઈ લો, મોદીના ગામનું નવુંનક્કોર રેલવે સ્ટેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે પોતાના વતનમાં નવીનીકરણ પામેલા વડનગર રેલવે સ્ટેશન સહિત મહેસાણા – વરેઠાનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતિકરણ,  પુનઃનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સહિત રેલવેનાં વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.
રેલવે વિભાગના જણાવ્યાં પ્રમાણે મહેસાણા – વરેઠા સેકશનની મુખ્ય વિશેષતાઓમાં ચાર નવી વિકસાવવામાં આવેલી સ્ટેશનની ઇમારતો સહિત કુલ ૧૦ સ્ટેશન છે. વડનગર – મોઢેરા – પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત તેનો વિકાસ કરવામાં આવ્યો છે. નક્શીકામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું
છે. એન્ટ્રી અને ઍક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવ્યાં છે.
વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સાઓ સાથે જોડાઈ જશે.

gujarat national news