ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં ૫૩ ટકાથી વધુ મતદાન

04 October, 2021 10:40 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

કુલ ૧૧ વૉર્ડ માટે (પ્રત્યેકમાં ચાર) કુલ ૪૪ નગરસેવક ચૂંટી કાઢવા માટેની આ ચૂંટણી

ગઈ કાલે ગાંધીનગરમાં મહાપાલિકાની ચૂંટણીમાં રાયસણ ગામ ખાતેના ૧૦ નંબરના વૉર્ડમાં મત આપવા આવેલાં પીએમ નરેન્દ્ર મોદીનાં વયોવૃદ્ધ માતા હીરાબા

ગુજરાતના ગાંધીનગરના મ્યુનિસિપલ કૉર્પોરેશન (જીએમસી) ચૂંટણી માટે ગઈ કાલે આયોજિત મતદાનમાં ૫૩ ટકાથી વધુ મતદાતાઓએ વોટ આપ્યો હતો અને એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વયોવૃદ્ધ માતા હીરાબાનો પણ સમાવેશ હતો. તેઓ નાના પુત્ર પંકજ મોદી તેમ જ બીજા પરિવારજનો સાથે આવ્યાં હતાં.

કુલ ૧૧ વૉર્ડ માટે (પ્રત્યેકમાં ચાર) કુલ ૪૪ નગરસેવક ચૂંટી કાઢવા માટેની આ ચૂંટણીમાં બે મહિલા મેમ્બરોનો પણ સમાવેશ થાય છે. નોંધાયેલા કુલ મતદાતાઓની સંખ્યા ૨.૮૦ લાખ છે.

હીરાબાએ વોટ આપ્યા બાદ ચાહકોને મતદાનનું ચિહ્ન બતાવ્યું હતું

gujarat gujarat news gandhinagar