નીમાબહેન આચાર્ય બન્યાં ગુજરાતનાં પ્રથમ મહિલા સ્પીકર

28 September, 2021 09:45 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

તેમની નિયુક્તિ માટે વિપક્ષ કૉન્ગ્રેસનો પણ ટેકો મળ્યો હતો

નીમાબહેન આચાર્ય

બીજેપીનાં વરિષ્ઠ ધારાસભ્ય નીમાબહેન આચાર્ય ગઈ કાલે ગુજરાત વિધાનસભાનાં સૌપ્રથમ મહિલા સ્પીકર બન્યાં હતાં. તેમની નિયુક્તિ માટે વિપક્ષ કૉન્ગ્રેસનો પણ ટેકો મળ્યો હતો. પરિણામે નીમાબહેન બિનહરીફ ચૂંટાયાં હતાં. ગઈ કાલે રાજ્યના બેદિવસીય ચોમાસુ વિધાનમંડળ સત્રનો પહેલો દિવસ હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નીમાબહેનના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટેકો આપ્યો હતો. ૧૮૨ મેમ્બરોની વિધાનસભામાં કૉન્ગ્રેસના ૬૫ સભ્યો છે.

gujarat gujarat news ahmedabad gandhinagar