20 November, 2026 07:50 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઉદ્ઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તસવીરો : જનક પટેલ, વિવિધ રાજ્યોમાંથી આવેલા પોલીસ વિભાગના ખેલાડીઓ.
ગઈ કાલથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ ૨૪ નવેમ્બર સુધી ચાલશે જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ખેલાડીઓ, ટીમ-મૅનેજરો, કોચ, ટેક્નિકલ અધિકારીઓ અને મહાનુભાવો અમદાવાદ આવ્યા છે. બૅડ્મિન્ટન અને ટેબલ ટેનિસની રમતમાં પુરુષ અને મહિલા સહિત ૧૧૫૨ જેટલા ખેલાડીઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજારોહણ સેરેમની યોજાઈ હતી જેમાં ઉપસ્થિત તમામ ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક રમવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગણ, કેરલમ, નાગાલૅન્ડ, મેઘાલય, મણિપુર, ઝારખંડ, કર્ણાટક, હિમાચલ, છત્તીસગઢ સહિતનાં રાજ્યો ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરો, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) સહિતનાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સંસ્થાઓની ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.