ગાંધીનગરના લોકોને નવા વર્ષે મળશે મેટ્રોની સુવિધા

03 October, 2025 08:28 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ટ્રાયલ રન સફળ : સચિવાલય ઉપરાંત બીજાં પાંચ સ્ટેશન બન્યાં

ગાંધીનગરમાં ટ્રાયલ રન માટે દોડતી મેટ્રો રેલ.

ગાંધીનગરમાં ગઈ કાલે વિજયાદશમીના પર્વે મેટ્રો રેલની ટ્રાયલ સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

મેટ્રો રેલને હાલ સચિવાલય સુધી ચલાવવામાં આવે છે. મેટ્રો રેલનાં બીજાં પાંચ સ્ટેશન અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર ૧૬, સેક્ટર ૨૪ અને મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે. આ ટ્રાયલ રન પૂરી થયા પછી કમિશનર, મેટ્રો રેલ સેફ્ટી સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા મળશે. આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ ૬૮ કિલોમીટરના રૂટ પરનાં ૫૩ સ્ટેશનોને મેટ્રો રેલની સુવિધા મળશે અને મુસાફરી સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે. 

gujarat news gujarat gujarat government gandhinagar