એક જ દિવસે PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, જાણો વિગતો

06 March, 2025 06:59 AM IST  |  Navsari | Gujarati Mid-day Online Correspondent

PM Narendra Modi to visit Navsari: PM મોદી 7-8 માર્ચે ગુજરાત પ્રવાસે રહેશે. 7 માર્ચે સુરતમાં લિંબાયત ખાતે જનસભા અને કીટ વિતરણ કરશે. 8 માર્ચે નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત કરશે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે. 7 માર્ચે પ્રધાનમંત્રી મોદી સુરત પહોંચશે, જ્યાં લિંબાયત વિસ્તારમાં આવેલ નિલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. 8 માર્ચે પ્રધાનમંત્રી મોદી નવસારી જશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.

સુરત અને નવસારીમાં PM મોદીની વિશાળ જનસભા
PM મોદી 7 માર્ચે સુરત કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી વૃદ્ધોને કીટનું વિતરણ કરશે. 7 માર્ચે PM મોદી સુરતના સર્કિટ હાઉસમાં રોકાશે. 8 માર્ચે સવારે તેઓ નવસારી જશે, જ્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત અને નવસારી બંને જગ્યાએ પ્રધાનમંત્રી મોદીની વિશાળ જનસભા યોજાશે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અપેક્ષિત છે. PM મોદી 8 માર્ચે નવસારીથી સીધા દિલ્હી રવાના થશે.

7 અને 8 માર્ચે રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે
પ્રધાનમંત્રી મોદી 7 અને 8 માર્ચે ગુજરાતમાં રહેશે ત્યારે લોકસભાના વિપક્ષી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના બે દિવસીય પ્રવાસે રહેશે.

PM મોદીના તાજેતરના ગુજરાત પ્રવાસ પર નજર
PM મોદી તાજેતરમાં 1 માર્ચે ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ જાહેર કાર્યક્રમો માટે નહીં, પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની મુલાકાત માટે હતો. PM મોદીએ ત્રણ દિવસમાં ત્રણ જિલ્લાઓની મુલાકાત લીધી હતી. તેઓ પહેલા જામનગર એરપોર્ટ પહોંચ્યા અને ત્યાં તેમણે રાત્રિવિશ્રામ કર્યો. 2 માર્ચે સવારે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક કાર્યક્રમમાં જોડાયા અને ત્યારબાદ રિલાયન્સ ફાઉન્ડેશનના પશુ બચાવ કેન્દ્ર `વનતારા` ની મુલાકાત લીધી. 3 માર્ચે સવારે તેઓ ગીર સફારી પાર્કની મુલાકાતે ગયા અને જૂનાગઢના સાસણ ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું. ત્યારબાદ તેઓ પ્રખ્યાત સોમનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.

વનતારા 2,000 કરતાં વધુ પ્રાણીઓની પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. પ્રધાનમંત્રીએ વનતારા ખાતે વન્યજીવન હૉસ્પિટલની મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ જે MRI, CT સ્કેન, ICU વગેરેથી સજ્જ છે. અહીંના વન્યજીવન હૉસ્પિટલમાં વાઇલ્ડલાઇફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક દવા વગેરે સહિત અનેક વિભાગો પણ છે. વનતારા ખાતે પીએમ મોદી એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, ક્લાઉડેડ ચિત્તાના બચ્ચા જે એક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિ છે, કારાકલ બચ્ચા (એક પ્રકારની જંગલી બિલાડી) સહિત વિવિધ પ્રજાતિના પ્રાણી સામે રમતા જોવા મળ્યા હતા અને પીએમએ આ બચ્ચાઓને દૂધ પણ પીવડાવ્યું હતું. પીએમએ હૉસ્પિટલના એમઆરઆઈ રૂમની મુલાકાત લીધી અને એક એશિયાઈ સિંહનું એમઆરઆઈ થતાં જોયું. તેમણે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી જ્યાં હાઇવે પર કારની ટક્કર બાદ એક દીપડો જીવન બચાવનાર સર્જરીમાંથી પસાર થઈ રહ્યો હતો અને બચાવ પછી અહીં લાવવામાં આવ્યો હતો.

narendra modi navsari vantara gujarat news news