16 September, 2021 03:10 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં પ્રધાનમંડળનો ગઈ કાલે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો એનું બૅનર. એમાં તારીખ ૧૫-૦૯-૨૦૨૧ લખેલી દેખાય છે. હવે આજે શપથવિધિ યોજાવાની છે.
વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાત રાજકારણાં ધમાસાણ મચી છે. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમની જાહેરાત થવાની છે. ગુજરાત સરકારના પ્રધાનમંડળના નવા સભ્યો આજે શપથ લઈ શકે છે. જો કે આ આખો કાર્યક્રમ ગત રોજ થવાનો હતો, પણ સિનિયર નેતાઓની નારાજગીના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો, જે કાર્યક્રમ હવે આજે યોજાશે.
આ દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે. નવી સરકારના નવા મંત્રીઓની સાથે અધ્યક્ષ પદ બાદમાં નક્કી કરવામાં આવશે. હાલ ગુજરાતના નેતાઓએને શપથગ્રહણમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળની રચનાને લઇ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યાં છે. તાજેતરમાં જે નામો સામે આવ્યાં છે, તેનાથી સૌ કોઈ ચોંકી રહ્યા છે. નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ નવા પ્રધાનમંડળની રચનાને લઈને કવાયત શરૂ થઈ છે. આજે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના નવા મંત્રીમંડળમાં શપથવિધિ લેનાર નેતાઓના સંભવિત નામો સામે આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર આજ રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિમાં આત્મારામ પરમાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, સી. કે રાઉલજી, નિમિષા સુથાર, જગદીશ પંચાલ, કિરીટસિંહ રાણા, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, ઋષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને જીતુ ચૌધરી વગેરે નેતાઓ શપથ લઇ શકે તેવી શક્યતા છે.