04 February, 2025 12:17 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરત પોલીસને સૌપ્રથમ વાર મળી સેલ્ફ-બૅલૅન્સિંગ ઈ-બાઇક
સુરતની પોલીસ આધુનિક બની છે. પોલીસે સેલ્ફ-બૅલૅન્સિંગ ઈ-બાઇકની મદદથી પૅટ્રોલિંગ શરૂ કર્યું છે. સુરત શહેરમાં રાતે એકસાથે પચીસ ઈ-બાઇક પર પોલીસ પૅટ્રોલિંગમાં નીકળતાં સુરતવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને એને જોવા માટે રસ્તા પર રોકાઈ ગયા હતા.
ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપનીએ સુરત પોલીસને પચીસ સેલ્ફ-બૅલૅન્સિંગ ઈ-બાઇક આપી હતી જેને ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત પોલીસ-કર્મચારીઓને અર્પણ કરીને કહ્યું હતું કે ‘ગ્રીન પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવેલી સેલ્ફ-બૅલૅન્સિંગ ઈ-બાઇકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે. વિકટ પરિસ્થિતિમાં શૉપિંગ, માર્કેટ કે ભીડભાડવાળાં સ્થળોએ ગાડી લઈને જતાં સમય જતો હોય છે, પણ બૅલૅન્સિંગ ઈ-બાઇકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોંચી શકશે.’