26 June, 2025 06:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ડૉ. રાકેશ જોશી તથા અન્ય ડૉક્ટર્સ અને સ્ટાફે તેમ જ સ્ટુડન્ટ્સ ઉપરાંત દિવંગતોના પરિવારજનોએ જીવ ગુમાવનારા લોકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમદાવાદમાં થયેલા પ્લેન-ક્રૅશની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બયરામજી જીજીભોય (BJ) મેડિકલ કૉલેજના ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ તેમ જ અન્ય તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે BJ મેડિકલ કૉલેજ અને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ દ્વારા પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલ, સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી તથા અન્ય ડૉક્ટર્સ અને સ્ટાફે તેમ જ સ્ટુડન્ટ્સ ઉપરાંત દિવંગતોના પરિવારજનોએ જીવ ગુમાવનારા લોકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.