25 May, 2025 07:50 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
પોતે બનાવેલા આર્ટવર્ક સાથે કિશન શાહ.
નરેન્દ્ર મોદી આવતી કાલે વડોદરામાં રોડ-શો કરવાના છે ત્યારે વડોદરાના કલાકાર કિશન શાહે ઑપરેશન સિંદૂરને લઈને અનોખું આર્ટવર્ક તૈયાર કર્યું છે અને તેઓ વડા પ્રધાનને આપવા માગે છે. પીપળના પાન પર ઑપરેશન સિંદૂરને લઈને આર્ટવર્ક બનાવ્યું છે જેમાં પાન કોતરીને સુવ્યવસ્થિત કોતરણી કામ કરીને સૌથી ઉપર થૅન્ક યુ મોદીજી લખ્યું છે અને સૌથી નીચે ઑપરેશન સિંદૂર લખ્યું છે. પાનની વચ્ચે નરેન્દ્ર મોદીનો ચહેરો તેમ જ એની આસપાસ જવાનો બનાવ્યા છે જેમાં એક જવાનના હાથમાં ધ્વજ હોય એમ પ્રતીત થાય છે. કિશન શાહે કહ્યું હતું કે ‘પાંદડા પર આ કોતરણી કામ કરતાં બે દિવસનો સમય લાગ્યો હતો. આમ કરીને ઑપરેશન સિંદૂર બદલ આભારની લાગણી પ્રગટ કરી છે.’