ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના ભંડારામાં થઈ પાર્ટી

13 March, 2026 09:57 AM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

વિડિયો વાઇરલ થયો, જિલ્લા કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો

વાઇરલ થયેલા વિડિયોમાં ચારથી પાંચ યુવાનો દેખાય છે

સૌરાષ્ટ્રમાં આવેલા પવિત્ર યાત્રાધામ જૂનાગઢમાં ગરવા ગઢ ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં પાર્ટી થયાનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયો વાઇરલ થતાં ધાર્મિકજનોની લાગણી દુભાઈ છે એટલું જ નહીં, આ ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.  

વાઇરલ થયેલા વિડિયોમાં ચારથી પાંચ યુવાનો દેખાય છે જેઓ મંદિરના રસોડામાં બેઠા હોવાનું જણાય છે અને બીભત્સ શબ્દો બોલી રહ્યા છે તેમ જ ગંદા ઇશારા કરતા પણ દેખાય છે. આ વિડિયો વાઇરલ થતાં શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી છે અને વહીવટીતંત્રને આવેદનપત્ર આપીને કસૂરવારો સામે પગલાં ભરવાની માગણી કરી હતી.

junagadh girnar viral videos gujarat gujarat news saurashtra