01 December, 2025 07:58 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા ૨૪ કલાકમાં ઓછામાં ઓછા ૭ વિસ્ફોટ થયા હતા, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. એક બાંધકામ કંપનીના બે સુરક્ષા ગાર્ડ ઘાયલ થયા છે.
શંકાસ્પદ બળવાખોરોએ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા અને ડેરા મુરાદ જમાલીમાં આ હુમલા કર્યા હતા. શનિવારે બળવાખોરોએ ક્વેટામાં એક પોલીસ-ચોકી પર હૅન્ડગ્રેનેડ ફેંક્યા હતા, જેના પગલે આતંકવાદવિરોધી વિભાગના વાહન પાસે IED વિસ્ફોટકથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સાંજે પછી ૩ અન્ય વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. શનિવારે બનેલી ઘટનાઓની જવાબદારી તાત્કાલિક કોઈ જૂથે લીધી નહોતી, પરંતુ ગઈ કાલે સવારે બળવાખોરોએ ફરી હુમલા કર્યા હતા. મોટરસાઇકલ પર સવાર બળવાખોરોએ ક્વેટાના પોલીસ-સ્ટેશન પર બે હૅન્ડગ્રેનેડ ફેંક્યા હતા.