વિશ્વની ટૉપ ૧૦ બૅન્કોમાં ચીનની ૭, ટૉપ ૧૦૦માં બાવીસ ચાઇનીઝ બૅન્કો : ભારત માટે ચિંતાનો વિષય

16 July, 2026 10:56 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ ગ્લોબલના એપ્રિલ ૨૦૨૬ના સંકલનમાં ભારતની સૌથી મોટી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા વૈશ્વિક સ્તરે ૪૫મા ક્રમે અને HDFC બૅન્ક ૭૬મા ક્રમે છે.

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં બૅન્કોનું વાર્ષિક રૅન્કિંગ કરતા મૅગેઝિન ‘ધ બૅન્કર’ના તાજેતરના રૅન્કિંગમાં વિશ્વની ટોચની ૧૦ બૅન્કોમાંથી ૭ પર ચીનનું નિયંત્રણ છે. કોઈ ભારતીય બૅન્ક એની નજીક નથી જે ભારત માટે ચિંતાનો વિષય છે. ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કમર્શિયલ બૅન્ક ઑફ ચાઇના (ICBC), ચાઇના કન્સ્ટ્રક્શન બૅન્ક, ઍગ્રિકલ્ચરલ બૅન્ક ઑફ ચાઇના અને બૅન્ક ઑફ ચાઇનાનો પ્રથમ ચાર સ્થાન પર કબજો છે. ૨૦૧૯થી દર વર્ષે આ બૅન્કોનું સ્થાન કોઈ હલાવી શક્યું નથી. પોસ્ટ-ઑફિસનાં બચત-કાઉન્ટર્સમાંથી ૨૦૦૭માં બનાવવામાં આવેલી પોસ્ટલ સેવિંગ્સ બૅન્ક ઑફ ચાઇના પ્રથમ વખત ટોચના દસમાં પ્રવેશી છે.

અમેરિકાની જે. પી. મૉર્ગન ચેઝ, બૅન્ક ઑફ અમેરિકા અને સિટીગ્રુપ જ એવી નૉન-ચાઇનીઝ બૅન્કો છે જે આ યાદીમાં અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને આઠમા સ્થાને છે. આ સિવાય ટૉપ ૧૦૦ બૅન્કોમાં બાવીસ બૅન્કો ચાઇનીઝ છે.

international news world news china reserve bank of india