16 October, 2025 10:53 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
૨૦ વર્ષ પહેલાં શરૂ થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રૅન્કિંગમાં અમેરિકા પહેલી વાર ટૉપ ૧૦માંથી બહાર નીકળી ગયું છે. અમેરિકાનો પાસપોર્ટ જે ક્યારેક દુનિયામાં સૌથી પાવરફુલ માનવામાં આવતો હતો એ હવે ટૉપ ૧૦માંથી નીકળીને બારમા નંબરે પહોંચી ગયો છે. આનું કારણ વૈશ્વિક કૂટનીતિ અને વીઝા નીતિઓમાં આવેલા બદલાવને માનવામાં આવે છે. જે-તે દેશના પાસપોર્ટધારકને દુનિયાના કેટલા દેશોમાં વીઝા-ફ્રી યાત્રા કરવાની છૂટ મળે છે એના આધારે પાસપોર્ટનું રૅન્કિંગ કરવામાં આવે છે. ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ અસોસિએશન (IATA)ના ડેટા આધારિત હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ અમેરિકાનો પાસપોર્ટ ધરાવતા લોકો હવે ૨૨૪માંથી માત્ર ૧૮૦ દેશોમાં વીઝા વિના યાત્રા કરી શકે છે. ભારતનું રૅન્કિંગ પણ ગગડ્યું પાસપોર્ટ રૅન્કિંગના મામલે ભારતીય પાસપોર્ટનું રૅન્કિંગ પણ બહુ સારું નથી રહ્યું. ૨૦૦૭માં આપણો પાસપોર્ટ ૭૧મો રૅન્ક ધરાવતો હતો જે ૨૦૨૧માં સૌથી નીચો એટલે કે ૯૦મા ક્રમે જઈ પહોંચ્યો હતો. જોકે ૨૦૨૪માં ૮૪મા ક્રમે હતો અને ૨૦૨૫માં ૮૫મા રૅન્ક પર છે. ભારતીય પાસપોર્ટધારકો હવે ૫૭ દેશોમાં વીઝા વિના યાત્રા કરી શકે છે.
ટૉપ ફાઇવ પાવરફુલ પાસપોર્ટ
૧. સિંગાપોર – ૧૯૩ દેશોમાં
વીઝા-ફ્રી યાત્રા
૨. દક્ષિણ કોરિયા - ૧૯૦ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા
૩. જપાન – ૧૮૯ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા
૪. જર્મની, ઇટલી, લક્ઝમબર્ગ,
સ્પેન, સ્વિટ્ઝરલૅન્ડ – ૧૮૮ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા
૫. ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેન્માર્ક, ફિનલૅન્ડ, ફ્રાન્સ, આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ - ૧૮૭ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા
સૌથી ખરાબ પાસપોર્ટ
૧૦૬. અફઘાનિસ્તાન – ૨૪ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા
૧૦૫. સિરિયા – ૨૬ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા
૧૦૪. ઇરાક – ૨૯ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા
૧૦૩. પાકિસ્તાન અને યમન – ૩૧ દેશોમાં વીઝા-ફ્રી યાત્રા