14 January, 2026 08:19 PM IST | London | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
પશ્ચિમ લંડનમાં લગભગ 200 શીખ લોકોએ ભેગા થઈને એક 16 વર્ષની એક છોકરીને બચાવી હતી. સગીરાનું પાકિસ્તાનના ‘ગ્રુમિંગ ગૅન્ગ’ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ઘટના કૅમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શીખ પ્રેસ એસોસિએશનના અહેવાલ મુજબ, આરોપી 30 વર્ષની આસપાસનો છે. આરોપી હાઉન્સલોમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે ‘મિત્રતા’ કરતો હોવાનું કહેવાય છે. જ્યારે સગીરા કિશોરાવસ્થામાં હતી ત્યારે તેણે શીખ છોકરી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આરોપીએ કથિત રીતે છોકરીને બ્લૅકમેલ કરી હતી અને તેને એકાંતમાં રહેવા માટે મજબૂર કરી હતી. સગીરાને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. જોકે, તેણે ભાગી જવાના અનેક પ્રયાસો કર્યા હતા.
માહિતી મળ્યા બાદ, લગભગ 200 શીખ લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા. વીડિયોમાં, જોઈ શકાય છે કે આરોપીને પોલીસ લઈ ગઈ છે. કલાકોના પ્રદર્શન પછી ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, છોકરીના માતાપિતાએ પણ વિરોધમાં ભાગ લીધો હતો. શીખ પ્રેસ એસોસિએશનને ટાંકીને મીડિયા હાઉસે અહેવાલ આપ્યો હતો કે છોકરી 16 વર્ષની થઈ ત્યારે પીડોફાઈલ આરોપી (સગીર વયના બાળકો સાથે જાતીય શોષણ કરનાર આરોપીને કહેવાય છે) એ સગીરાને માતાપિતાને છોડી દેવા માટે પ્રેરિત કરી હતી, જે સામાન્ય રીતે એક સામાન્ય ગ્રુમિંગ કરવાની યુક્તિ છે.
ગયા વર્ષે જૂનમાં, યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ગ્રુમિંગ ગૅન્ગની તપાસ કરવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે એક કાનૂની તપાસ પણ શરૂ કરી હતી. ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં બાળકો સાથે દુર્વ્યવહારના 800 થી વધુ કેસ ફરીથી ખોલવામાં આવ્યા હતા. દરમિયાન, ગયા વર્ષે જાન્યુઆરીમાં, બ્રિટિશ કાયદા ઘડનારાઓએ વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ગ્રુમિંગ ગૅન્ગ કૌભાંડની તપાસની માગણી કરતા બિલ સામે મતદાન કર્યું હતું. ગ્રુમિંગ ગૅન્ગ કૌભાંડ સૌપ્રથમ 2010 માં સામે આવ્યું હતું. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે બ્રિટિશ-પાકિસ્તાની પુરુષો યુકેમાં યુવાન છોકરીઓનું શોષણ કરે છે.
મુંબઈના મીરા ભાયંદરમાં એક ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. સોમવારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈના મીરા ભાયંદરમાં વાલિવ પોલીસ સ્ટેશનની હદમાં એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક યુવક દ્વારા એક 15 વર્ષની સગીરાનું અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન અને જાતીય હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં આરોપીની ઓળખ જાવેદ તરીકે થઈ છે.