ઇન્ડોનેશિયાના બાલીમાં ૬૫ લોકો ભરેલું જહાજ ડૂબ્યું, ૪નાં મોત અને ૩૮ લાપતા

04 July, 2025 08:29 AM IST  |  Bali | Gujarati Mid-day Correspondent

એ બોટમાં ૧૪ વાહનો પણ લાદેલાં હતાં. ૨૩ જણને બચાવી લેવાયા છે. બંદરેથી સફર શરૂ કર્યાના લગભગ પચીસ મિનિટમાં જ મધદરિયે બોટ ડૂબી ગઈ હતી.

ઇન્ડોનેશિયાના બાલીમાં એક બોટ અચાનક ડૂબી જવાથી હાહાકાર મચી ગયો છે

ઇન્ડોનેશિયાના બાલી ટાપુ તરફ જઈ રહેલી ૬૫ લોકોને લઈ જતી એક બોટ અચાનક ડૂબી જવાથી હાહાકાર મચી ગયો છે. બુધવારે મોડી સાંજે બનેલી આ ઘટનામાં બોટ બાલી પાસેના સમુદ્રતટ નજીક ડૂબી ગઈ હતી. સ્થાનિક પોલીસના કહેવા મુજબ જાવા દ્વીપથી નીકળેલી અને બાલી જઈ રહેલી આ બોટમાં ૫૩ યાત્રીઓ અને ૧૨ ક્રૂ-મેમ્બર્સ હતા. એ બોટમાં ૧૪ વાહનો પણ લાદેલાં હતાં. ૨૩ જણને બચાવી લેવાયા છે. બંદરેથી સફર શરૂ કર્યાના લગભગ પચીસ મિનિટમાં જ મધદરિયે બોટ ડૂબી ગઈ હતી.

બોટ અચાનક ડૂબવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ ખરાબ મોસમને કારણભૂત માનવામાં આવી રહ્યું છે.

indonesia bali international news news Weather Update monsoon news world news