PoKમાં જેન-ઝી રસ્તા પર, સ્ટુડન્ટ્સ યુનિયનો પર પ્રતિબંધ

07 November, 2025 08:53 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

યુનિવર્સિટીની ટ્યુશન-ફીમાં વધારો અને પરીક્ષાનીતિમાં ફેરફારને કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો, પાકિસ્તાન સરકારે યુનિવર્સિટી કૅમ્પસમાં રાજકીય પ્રવૃત્તિઓ પર બૅન મૂકી દીધો

ગોળીબારમાં એક વિદ્યાર્થી ઘાયલ પણ થયો હતો.

પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK)માં આવેલી યુનિવર્સિટીના કૅમ્પસનું વાતાવરણ પાછલા દિવસોમાં અત્યંત તંગ હોવાના અહેવાલ મળ્યા હતા. યુનિવર્સિટીની ફીમાં વધારો અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાની નવી નીતિ જેવી બાબતે વિદ્યાર્થીઓએ વ્યાપક વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. જોકે પાકિસ્તાન સરકારે એની સામે કડક હાથે કામ લઈને સ્ટુડન્ટ્સ યુનિયનો અને પૉલિટિકલ ઍક્ટિવિટીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

અહેવાલોમાંથી મળેલી માહિતી પ્રમાણે કાશ્મીરી વિદ્યાર્થીઓ પાકિસ્તાન અને એના સૈન્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા બોર્ડની ઈ-માર્કિંગ સિસ્ટમ સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા. આ સિસ્ટમને લીધે આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ સીધા પ્રભાવિત થયા હતા અને તેમને ખૂબ ઓછા સ્કોર્સ મળ્યા હતા.

રિપોર્ટ્‍સ પ્રમાણે મુઝફ્ફરાબાદમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલું વિરોધ-પ્રદર્શન અણધાર્યા ગોળીબારને લીધે હિંસક બની ગયું હતું. ગોળીબારમાં એક વિદ્યાર્થી ઘાયલ પણ થયો હતો.

international news world news pakistan Pakistan occupied Kashmir Pok india