ભૂતપૂર્વ વડાં પ્રધાનને ફાંસીની સજા આપ્યા પછી બંગલાદેશમાં ઠેર-ઠેર તોફાનથી સરકાર ડરી ગઈ

19 November, 2025 10:59 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

દેશના મીડિયાને વૉર્નિંગ આપી કે શેખ હસીનાનાં નિવેદનો ન બતાવો

શેખ હસીના

બંગલાદેશમાં ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે સોમવારે ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી એ પછી તેમના સમર્થકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. શેખ હસીનાએ પોતે સ્થાપેલી કોર્ટે તેની જ સામે ચુકાદો સંભળાવ્યો હતો. શેખ હસીનાએ આ ચુકાદાનો બિન્ધાસ્ત વિરોધ કર્યો હતો. જોકે એનાથી ડરીને વચગાળાની સરકાર ચલાવતા મોહમ્મદ યુનુસ ડરી ગયા હતા.

તેમણે મીડિયાને ચેતવણી આપતાં કહ્યું હતું કે શેખ હસીનાનાં કોઈ જ નિવેદનોને પ્રકાશિત ન કરો કે બ્રૉડકાસ્ટ ન કરો. નૅશનલ સાઇબર સિક્યૉરિટી એજન્સી (NSCA)એ કહ્યું હતું કે ‘જે વ્યક્તિને અદાલતે દોષી ગણાવી હોય અને જો તે ફરાર હોય તો તેનાં નિવેદનો બ્રૉડકાસ્ટ કરવાં કે પ્રકાશિત કરવાં એ સાઇબર સિક્યૉરિટી ઑર્ડિનન્સનું ઉલ્લંઘન છે. આવી કોઈ પણ કન્ટેન્ટ હોય તો એને હટાવવી.’

sheikh hasina bangladesh international news news