China Fire News: નર્સિંગ હૉમમાં આગ ભભૂકી, ૨૦ લોકો જીવતેજીવત હોમાયા, તપાસ જારી

10 April, 2025 07:00 AM IST  |  China | Gujarati Mid-day Online Correspondent

China Fire News: હેબેઈ પ્રાંતના ચેંગડે શહેરમાં મંગળવારે રાત્રિના નવ વાગ્યે આગ લાગી હતી. છ કલાક પછી આ ઘટનામાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

China Fire News: ચીનમાંથી મોટી હોનારત સામે આવી છે. ઉત્તર ચીનમાં એક નર્સિંગ હૉમમાં ભયાવહ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં તબ્બલ 20 લોકોનાં પ્રાણ ગયા છે. જો કે આ આગ કઈ રીતે લાગી હતી તે પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.

રાત્રે નવ વાગ્યે આગ લાગી, સવાર સુધીમાં ૨૦ લોકો જીવતા બળી ગયા

આજે 8 એપ્રિલના રોજ સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતના ચેંગડે શહેરમાં એક નર્સિંગ હૉમ આગની લપેટમાં (China Fire News) આવી ગયું હતું. ચીનની સત્તાવાર શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ આ મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે હેબેઈ પ્રાંતના ચેંગડે શહેરમાં મંગળવારે રાત્રિના નવ વાગ્યે આગ લાગી હતી. જો કે છ કલાક પછી આ ઘટનામાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી.

કારણની તપાસ જારી છે 

અધિકારીઓ આગ લાગવાના કારણની (China Fire News) તપાસ કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ નર્સિંગ હોમમાં આગ લાગ્યા કેટલાંક લોકોન સતત બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેમાંથી અનેકોને વધુ દેખરેખ અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આ દુર્ઘટનામાં કુલ કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ જ માહિતી સામે આવી નથી. પરંતુ ૨૦ લોકોના મોત થયા છે.

સ્થાનિક તંત્ર કામે લાગ્યું 

સતત સ્થાનિક તંત્ર એ તપાસમાં લાગી ગયું છે કે આ આગ કઈ રીતે લાગી હતી અને કઈ રીતે નર્સિંગ હૉમને લપેટમાં લીધું. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે તેઓ સમગ્ર પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છે અને અકસ્માતનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

China Fire News: પ્રાપ્ત અહેવાલો સૂચવી રહ્યા છે કે ચીનની રાજધાની બેઇજિંગથી આશરે 180 કિલોમીટર દૂર ઉત્તરીય હેબેઇ પ્રાંતના લોંગહુઆ કાઉન્ટીમાં નર્સિંગ હૉમ આવેલું છે. ત્યાં જ મંગળવારે રાત્રે 9:00 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આજએ સવારે 3:00 વાગ્યા સુધીનાઅહેવાલોમાં વીસ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. રાજ્યની સમાચાર એજન્સીએ કહ્યું, "નર્સિંગ હૉમમાં અન્ય વૃદ્ધ લોકો હતા તેઓને વધુ નિરીક્ષણ અને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે."

કેટલાંક અહેવાલોમાંથી એવા પણ સમાચાર મળ્યા છે કે ચીનના જે નર્સિંગ હૉમમાં આગ લાગી હતી તેમાં દસ વૃદ્ધો લોકોના મોત નિપજ્યાં છે. સરકારી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હૈલુન શહેરના નર્સિંગ હોમ સંકુલમાં સવારે અચાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

China Fire News: આ પહેલાં જાન્યુઆરીમાં ઝાંગજિયાકૌના હેબેઈ શહેરમાં ખાદ્ય બજારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં આઠ લોકોનાં મોત થયા હતા. સાથે જ 15 જણ ઘાયલ થયા હતા.

international news world news china fire incident