ભારતના નિવેદન પછી ચીને કહ્યું... અરુણાચલ પ્રદેશ ભારતે ગેરકાયદે રીતે સ્થાપિત કર્યું

15 April, 2026 07:22 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીન-ભારત સંબંધોને સુધારવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ ચીનની નીતિ યથાવત્ છે.

ફાઇલ તસવીર

ભારતના પ્રદેશનો ભાગ બનેલાં સ્થળોને કાલ્પનિક નામ આપવા બદલ ભારતે ચીનની ટીકા કર્યા પછી ચીને કહ્યું હતું કે ‘ઝાંગનાન ચીનનો પ્રદેશ છે અને ચીને ક્યારેય ભારત દ્વારા ગેરકાયદે રીતે સ્થાપિત કહેવાતા અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. અમને આશા છે કે બન્ને પક્ષો એકબીજાને મળશે અને દ્વિપક્ષીય સંબંધો માટે અનુકૂળ વધુ કાર્યો કરશે.’

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ઝાંગનાન ચીનનો પ્રદેશ છે અને ચીને ક્યારેય ભારત દ્વારા ગેરકાયદે રીતે સ્થાપિત કરાયેલા અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. ઝાંગનાન ક્ષેત્રમાં કેટલાંક સ્થળોનાં નામોને પ્રમાણિત કરવા એ સંપૂર્ણપણે ચીનના સાર્વભૌમત્વમાં છે.’

ચીન અરુણાચલ પ્રદેશને ઝાંગનાન તરીકે ઓળખાવે છે અને એને પોતાનો હિસ્સો જણાવે છે. ૧૦ એપ્રિલે ઝાંગનાન ક્ષેત્રમાં પ્રમાણિત નામોનો છઠ્ઠો બૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

હાલમાં ચીન-ભારત સંબંધો સામાન્ય રીતે સ્થિર છે. ચીન-ભારત સંબંધોને સુધારવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ ચીનની નીતિ યથાવત્ છે.     

international news world news china arunachal pradesh indian government