ચંદ્ર પર પણ ચીન કરશે અમેરિકા સાથે સ્પર્ધા

29 November, 2022 10:33 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીને ગઈ કાલે ચંદ્ર પર પણ માણસોને મોકલવાની યોજનાની ઘોષણા કરી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બીજિંગ : ચીન દ્વારા નિર્માણધીન સ્પેસ સ્ટેશન પર ત્રણ માણસોને મોકલાશે. વળી ગઈ કાલે ચંદ્ર પર પણ માણસોને મોકલવાની યોજનાની ઘોષણા કરી હતી. આમ ચીન આ મામલે અમેરિકા સાથે સ્પર્ધામાં ઊતર્યુ છે. ચીનની સ્પેસ એજન્સીએ ગઈ કાલે કહ્યું હતું કે શેન્ઝાઉ-૧૫ ક્રૂડ સ્પેસશિપને આજે લૉન્ચ કરવામાં આવશે, જેમાં ત્રણ અવકાશયાત્રીઓ સવાર હશે. આ ત્રણેય અવકાશયાત્રીઓ છ મહિના સુધી ભ્રમણકક્ષામાં રહેશે. આ સમયગાળા દરમ્યાન લો-ઑર્બિટ સ્પેસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ થાય એવી શક્યતા છે. અગાઉ ચીનનાં ઘણાં રૉકેટનો કાટમાળ અવકાશમાં પથરાયેલો છે એમ છતાં ચીન અનેક રૉકેટ લૉન્ચ કરી રહ્યું છે. ચીન દ્વારા મોકલવામાં આવનારા ત્રણ અ‍વકાશયાત્રીએ આવતા વર્ષે મે મહિનામાં પાછા ફરશે. સ્પેસ સ્ટેશન માટે ચીન દ્વારા છોડવામાં આવનારું આ ત્રીજું મિશન હશે. ચીને અમેરિકા સાથેની સ્પર્ધા વચ્ચે ચંદ્ર પર માનવ મિશન મોકલવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ ૧૬ નવેમ્બરે ફ્લોરિડાથી રૉકેટ લૉન્ચ કર્યુ હતું, જેનો હેતુ માનવરહિત અવકાશયાત્રીઓને ચંદ્રની દિશામાં મોકલવાનો હતો.

international news china nasa united states of america beijing