18 October, 2025 07:40 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
બંગલાદેશમાં ફરીથી જનતા રોડ પર પ્રદર્શન કરવા નીકળી પડી છે
હજી તો એક વર્ષ નથી થયું ત્યાં બંગલાદેશમાં ફરીથી જનતા રોડ પર પ્રદર્શન કરવા નીકળી પડી છે. જે લોકોએ ગયા વર્ષે શેખ હસીનાના શાસન વિરુદ્ધ આંદોલન કરેલું એ જ લોકોએ હવે મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યું છે. સેંકડો પ્રદર્શનકારીઓ વચગાળાની સરકારના નવા રાજનીતિક ચાર્ટરના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે આંસુ ગૅસના ગોળા નાખ્યા હતા અને ઉપરથી લાઠીચાર્જ પણ કર્યો હતો. સ્થાનિક ન્યુઝ-ચૅનલના રિપોર્ટ મુજબ જુલાઈ ચાર્ટર પર હસ્તાક્ષર કરવાના એક સમારોહમાં સ્ટેજની સામે સેંકડો પ્રદર્શનકર્તાઓ એકઠા થઈ ગયા હતા. તેઓ બંગલાદેશની સંસદના પરિસરમાં ઘૂસી ગયા હતા અને સુરક્ષા દળોએ રોકવાની કોશિશ કરતાં નારાબાજી કરી હતી. તેમણે પોલીસનાં બે વાહનો પણ તોડી નાખ્યાં હતાં.