19 October, 2025 11:29 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘ચીન પર નાખવામાં આવેલી ૧૦૦ ટકા ટૅરિફ લાંબો સમય રાખી શકાય એમ નથી. મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું છે. ચીન હંમેશાં એનો હાથ ઉપર રાખવા માગે છે. વર્ષો સુધી ચીને અમેરિકાને નુકસાન પહોંચાડ્યું છે અને અહીંથી પૈસા લઈ ગયા છે. હવે એ ઊંધું થઈ રહ્યું છે. આપણો પ્રતિસ્પર્ધી ખૂબ મજબૂત છે અને તે માત્ર તાકાતને આદર આપે છે. મને અત્યારે ખબર નથી કે આગળ શું થશે. ચીન સાથે અમેરિકા સારી ડીલ કરી શકે છે, પણ એ ફેર ડીલ હોવી જોઈએ.’