ટ્રમ્પના ભૂતપૂર્વ ડૉક્ટરે કહ્યું, ગોળી માથાથી માત્ર એકચતુર્થાંશ ઇંચ દૂરથી નીકળી ગઈ

22 July, 2024 08:12 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેમના ભૂતપૂર્વ ડૉક્ટર રૉની એ. જૅક્સને કહ્યું હતું કે તેમની હાલત પહેલાં કરતાં સારી છે

ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબારમાં તેમના જમણા કાનના ઉપરના હિસ્સાને ઈજા થઈ હતી, એ સંદર્ભમાં તેમના ભૂતપૂર્વ ડૉક્ટર રૉની એ. જૅક્સને કહ્યું હતું કે તેમની હાલત પહેલાં કરતાં સારી છે અને તેમને જે ઘા થયો હતો એ ઝડપથી પુરાઈ રહ્યો છે. હું ટ્રમ્પને ન્યુ જર્સીમાં મળ્યો હતો જેથી તેમની તબિયતની પૃચ્છા કરી શકું. હું રોજ તેમના ઘા પર અપડેટ લેતો રહું છું અને બે સેન્ટિમીટર પહોળો ઘા હવે પુરાઈ રહ્યો છે. ટ્રમ્પને જે ગોળી વાગી એ તેમના માથામાં ઘૂસવાની જગ્યાએ માત્ર એકચતુર્થાંશ ઇંચના અંતરથી દૂર નીકળી ગઈ હતી. આ ગોળી જમણા કાનની ઉપરની સાઇડને વાગીને નીકળી ગઈ હતી અને એથી તેમને ત્યાં ઈજા થઈ હતી. કાનમાં જે કાર્ટિલેજ હોય છે એનાથી એ ઘા થોડો વધારે થયો હતો અને એ બે સેન્ટિમીટર લાંબો છે. શરૂમાં ઘણું લોહી વહી ગયું હતું અને સોજો આવી ગયો હતો, પણ હવે સોજો ઊતરી ગયો છે અને ઘા પણ પુરાઈ રહ્યો છે.’

donald trump united states of america international news world news