✕

જેન્સન હૂવાંગના સ્થાને ટિમ કુકને જોવા માગે છે ટ્રમ્પ

14 November, 2026 11:07 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આના પગલે ગુરુવારે જેન્સન હૂવાંગે રાજીનામું આપ્યું હતું અને કંપનીએ તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારી લીધું હતું.

જેન્સન હૂવાંગના સ્થાને ટિમ કુકને જોવા માગે છે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એન્વિડિયાના CEO પદેથી જેન્સન હૂવાંગે આપેલા રાજીનામા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘એન્વિડિયાના CEO તરીકે શાનદાર કામ કરનારા જેન્સન હૂવાંગે રાજીનામું આપી દીધું છે ત્યારે તેમની જગ્યા લેવા માટે માત્ર એક જ વ્યક્તિ યોગ્ય છે અને એ ઍપલના ટિમ કુક છે. એક દિગ્ગજની જગ્યા બીજો દિગ્ગજ લેશે.’

જેન્સન હૂવાંગના ત્રીજા અફેરનો પણ ભાંડો ફૂટ્યો

લગ્નેતર સંબંધોને કારણે રાજીનામું આપવાની ફરજ પડ્યા બાદ ચિપ નિર્માતા કંપની એન્વિડિયાના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેન્સન હૂવાંગનું ત્રીજું અફેર પણ હોવાનું બહાર આવ્યું છે. એક ન્યુઝ-એજન્સીએ બે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે એન્વિડિયાની અન્ય એક કર્મચારી સાથે હૂવાંગના અંગત સંબંધો હતા. જોકે એજન્સીએ આ મહિલા કર્મચારીનું નામ જાહેર કર્યું નહોતું.

આ પહેલાં ૬૩ વર્ષના જેન્સન હૂવાંગ ચીની મહિલા ઍલિસ હૂવાંગ સાથેના અફેરની ૮ નવેમ્બરે કબૂલાત કરી ચૂક્યા છે. તેમણે તેનું નામ લીધું નહોતું. ઍલિસ ચીનની જાસૂસ હોવાની આશંકા છે. આ અફેર બાદ કંપનીની મહિલા એક્ઝિક્યુટિવ કિમ્બર્લી પૉવેલ સાથેના તેમના અફેરની વાત બહાર આવી હતી. આના પગલે ગુરુવારે જેન્સન હૂવાંગે રાજીનામું આપ્યું હતું અને કંપનીએ તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારી લીધું હતું. 

એન્વિડિયામાંથી રાજીનામું આપવાથી જેન્સન હૂવાંગને થશે ૧૦૧૫ કરોડ રૂપિયાનું નુકસાન

એન્વિડિયાના CEOપદેથી રાજીનામું આપ્યા બાદ જેન્સન હૂવાંગ એવા શૅર ગુમાવશે જે હજુ તેમને સંપૂર્ણ રીતે મળવાના બાકી હતા અને એનું મૂલ્ય લગભગ ૧૦૮ મિલ્યન ડૉલર (આશરે ૧૦૧૫ કરોડ રૂપિયા)થી વધુ છે. જોકે તેમની અંદાજિત ૧૩૮ અબજ ડૉલરની કુલ સંપત્તિની સરખામણીમાં આ રકમ માત્ર ૦.૦૮ ટકા છે. કંપનીની પૉલિસી મુજબ જ્યારે કોઈ અધિકારી કંપનીમાંથી રાજીનામું આપે છે ત્યારે તેણે હજુ સુધી પ્રાપ્ત ન કરેલા શૅર યુનિટ્સ ગુમાવવા પડે છે. હૂવાંગ પાસે આવા લગભગ ૩,૪૬,૦૦૦ યુનિટ્સ છે.

donald trump tech news technology news washington china international news united states of america