મને ખબર નથી હું કેટલો સમય જીવતો રહીશ

25 February, 2026 07:46 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

ફ્લૉરિડાના નિવાસસ્થાનમાં ઘૂસણખોરીની ઘટના બાદ ડોનલ્ડ ટ્રમ્પ ચિંતામાં, કહ્યું...

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ફ્લૉરિડામાં આવેલા નિવાસસ્થાન માર-અ-લાગોમાં ઘૂસણખોરી કરતી વખતે એક સશસ્ત્ર ઘૂસણખોરની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ટ્રમ્પ થોડા ચિંતિત નજરે પડ્યા હતા. માર-અ-લાગોની ઘટના પર પહેલી પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘મને ખબર નથી કે હું કેટલો સમય જીવતો રહીશ. મારા પર ગોળીબાર કરનારા ઘણા લોકો છે, ખરુંને?’

૨૦૨૪ના ચૂંટણીપ્રચાર દરમ્યાન બે અલગ-અલગ હત્યાના પ્રયાસોમાં બચી ગયેલા ટ્રમ્પે તાજેતરની ઘટનાને સંબોધતી વખતે રમૂજ અને સ્પષ્ટ કમેન્ટ્સનું મિશ્રણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘તમે આ બધા પાગલ શૂટર્સ વિશે વાંચો છો, પરંતુ તેઓ ફક્ત પરિણામલક્ષી અને પ્રભાવશાળી પ્રેસિડન્ટો પાછળ જાય છે. તેઓ બિનપરિણામી પ્રેસિડન્ટોની પાછળ પડતા નથી.’

ડોનલ્ડ ટ્રમ્પે હત્યા કરાયેલા બે અમેરિકી પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન અને જૉન એફ. કેનેડીનો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે તેઓ પરિણામલક્ષી પ્રેસિડન્ટો હતા.

એક સમયે ટ્રમ્પે પોતાનો સ્વર નરમ પાડ્યો હતો અને કહ્યું હતું કે ‘તો કદાચ હું થોડો ઓછો પરિણામલક્ષી પ્રેસિડન્ટ બનવા માગું છું. આપણે તેને (શૂટરને) થોડો રોકી શકીએ?’

મજાક કરતાં પહેલાં તેમણે કહ્યું હતું કે ચાલો, થોડા સમય માટે સામાન્ય પ્રેસિડન્ટ બનીએ.

ઘૂસણખોરની ઓળખ થઈ

ઘૂસણખોરની ઓળખ નૉર્થ કૅરોલિનાના ૨૧ વર્ષના ઑસ્ટિન માર્ટિન તરીકે થઈ હતી. 

donald trump florida united states of america international news world news news