`સુધરી જા નહીંતર...` ભારતીય મૂળના ઝોહરાન મમદાનીને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી!

08 July, 2025 02:33 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Donald Trump warns Mayor Candidate Zohran Mamdani: નેતન્યાહૂ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. સોમવારે તેમણે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે ડિનર પણ કર્યું હતું. જો કે, આ દરમિયાન ભારતીય મૂળના અમેરિકન મેયર ઉમેદવાર મમદાનીએ નેતન્યાહૂની ધરપકડ કરવાની ધમકી આપી હતી.

ડોનલ્ડ ટ્રમ્પ અને ઝોહરાન મમદાની ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. સોમવારે તેમણે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે ડિનર પણ કર્યું હતું. જો કે, આ દરમિયાન ભારતીય મૂળના અમેરિકન મેયર ઉમેદવાર ઝોહરાન મમદાનીએ નેતન્યાહૂની ધરપકડ કરવાની ધમકી આપી હતી. ઝોહરાનની ધમકી સાંભળીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા.

ડોનલ્ડ ટ્રમ્પે ઝોહરનને ખુલ્લેઆમ ચેતવણી આપી હતી કે જો તે યોગ્ય રીતે વર્તન નહીં કરે તો વ્હાઇટ હાઉસમાંથી મળતી ફંડિન્ગને રોકી દેવામાં આવશે.

ટ્રમ્પની ઝોહરાન મમદાનીને ચેતવણી
ડોનલ્ડ ટ્રમ્પે ઝોહરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી, "મમદાની સમાજવાદી નથી, તે કમ્યુનિસ્ટ છે. તેણે યહૂદીઓ વિશે ઘણા ખોટા નિવેદનો આપ્યા છે."

ટ્રમ્પે આગળ કહ્યું
"ઝોહરાન મમદાની ન્યૂયોર્ક મેયરની ચૂંટણી જીતી શકે છે. પરંતુ, અંતે, તેણે વ્હાઇટ હાઉસ તરફ જોવું પડશે. તેને ફક્ત વ્હાઇટ હાઉસમાંથી જ ફંડ્સ મળશે. તેણે યોગ્ય વર્તન કરવું પડશે, નહીં તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે."

મમદાનીએ નેતન્યાહૂને ધમકી આપી હતી
તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કૉર્ટ (International Criminal Court) એ ઇઝરાયલી પીએમ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં, નેતન્યાહૂના યુએસ પ્રવાસ વિશે વાત કરતી વખતે, ઝોહરાને ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે જો તે ન્યૂયોર્ક આવશે તો તેની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઝોહરાન મમદાની વિરોધ પક્ષ ડેમોક્રેટ્સનો સભ્ય છે અને તેઓ ન્યૂયોર્કમાં મેયરની ચૂંટણી લડી રહ્યા છે.

મમદાનીએ વળતો પ્રહાર કર્યો
જો કે, આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે ઝોહરાન મમદાનીને ધમકી આપી હોય. અગાઉ પણ, તેમણે મમદાનીની ધરપકડ કરવા અને તેમની નાગરિકતા છીનવી લેવાની વાત કરી હતી. વળતો પ્રહાર કરતા ઝોહરાન મમદાનીએ કહ્યું હતું કે તેઓ આ ધમકીઓથી ડરવાના નથી.

તાજેતરમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ટ્રમ્પે હવે બહુ જ મોટું વ્યાપારી પગલું ભર્યું છે. તેઓએ ૧૪ દેશો પર આયાત દર એટલે કે ટૅરિફ થોપવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા કુલ ૧૪ જેટલા દેશો પર ટૅરિફ લાદવામાં આવ્યો છે. આ મામલે તેઓએ જે તે દેશોને લૅટર પણ મોકલ્યા છે. જેમાં તેમને અમેરિકી સરકારના ટૅરિફ અંગેના નિર્ણયથી અવગત કરાવવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં અમેરિકાએ એશિયામાં તેના બે મુખ્ય સહયોગી દેશ એવા જાપાન અને દક્ષિણ કોરિયાની આયાત પર પણ ૨૫ ટકા ટૅરિફ મૂક્યો છે. જોકે ભારત માટે આ બાબતે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ભારત સાથે આ મામલે બહુ જ જલ્દી નિર્ણય લેવાઈ શકે છે.


donald trump us president white house washington united states of america benjamin netanyahu israel new york international news news