ડોનલ્ડ ટ્રમ્પને દર મહિને ૪૫ મિલ્યન ડૉલરનું ફન્ડ આપે છે ઇલૉન મસ્ક?

20 July, 2024 01:01 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પના કૅમ્પેનનું સ્લોગન ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ આપવામાં આવ્યું છે

ઇલૉન મસ્ક

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ઇલેક્શન ફન્ડ તરીકે દર મહિને ૪૫ મિલ્યન ડૉલરનું ફન્ડ આપવાની વાતને ઇલૉન મસ્કે ફગાવી દીધી છે. ડોનલ્ડ ટ્રમ્પના કૅમ્પેનનું સ્લોગન ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ આપવામાં આવ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરવાના સમાચાર ખૂબ ઝડપથી પ્રસરિત થતાં ઇલૉન મસ્કે કહ્યું કે ‘આ તદ્દન ખોટી વાત છે. મેં કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારનું વચન નથી આપ્યું. મેં પૉલિટિકલ ઍક્શન કમિટી બનાવી છે જે એવા કૅન્ડિડેટ પર ફોકસ કરે છે જેમની લાયકાત હોય અને તેઓ પર્સનલ ફ્રીડમને મહત્ત્વ આપતા હોય. જોકે આજ સુધી જે પણ ફન્ડ આપવામાં આવ્યું છે એ હાલમાં જે આંકડો કહેવામાં આવી રહ્યો છે એનાથી ઘણો દૂર છે.’

international news donald trump elon musk world news united states of america life masala