03 June, 2025 07:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્ક
ઈલૉન મસ્કે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર XChat નામનું નવું ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે અને પેઇંગ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. એમાં એન્ક્રિપ્શન, ગાયબ થતા મેસેજ, ફાઇલ-શૅરિંગ તથા ઑડિયો અને વિડિયો કૉલની સુવિધા છે. આ ફીચરનો હેતુ યુઝર્સને વધુ ખાનગી અને સુરક્ષિત વાતચીતનો અનુભવ આપવાનો છે. આ નવા ફીચર દ્વારા મસ્ક Xને ‘એવરીથિંગ ઍપ’ બનાવવા માગતા હોય એવું જણાય છે.
XChatમાં ચૅટિંગ માટે યુઝરે ૪ આંકડાનો પાસકોડ સેટ કરવો પડશે જે મેસેજને સુરક્ષિત રાખે છે. એ બિટકૉઇન શૈલી એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે જે વાતચીતને વધુ ગુપ્ત બનાવે છે. યુઝર્સ ગાયબ થતા મેસેજ મોકલી શકે છે અને વૅનિશિંગ મોડનો પણ ઉપયોગ કરી શકે છે. ડેવલપર્સના મતે આ ફીચર ગ્રુપ-ચૅટમાં ઍડ્વાન્સ્ડ વિકલ્પો પણ આપે છે અને ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઈલૉન મસ્ક Xને એક સુપરઍપ બનાવવા માગે છે જે ચૅટિંગથી લઈને બૅન્કિંગ અને ડેટિંગ સુધી બધું જ કરી શકે. XChat આ દિશામાં તેમની નવી પહેલ છે.