11 July, 2025 07:49 AM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બીજી જુલાઈએ પૂરા થયેલા ૧૦ દિવસમાં ૧૨ યુરોપિયન શહેરોમાં હીટવેવ સંબંધી કારણોને લીધે આશરે ૨૩૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો દાવો બુધવારે પ્રકાશિત થયેલી એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં બાર્સેલોના, મેડ્રિડ, લંડન અને મિલાન સહિતનાં શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જૂનના અંતમાં પશ્ચિમ યુરોપના મોટા ભાગો ભારે ગરમીથી પ્રભાવિત થયા હતા. સ્પેનમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને ફ્રાન્સમાં જંગલમાં આગ લાગી હતી. જીવ ગુમાવનારા ૨૩૦૦ લોકોમાંથી ૧૫૦૦ લોકોનાં મૃત્યુ ક્લાઇમેટ ચેન્જ સાથે સંકળાયેલાં હતાં, જેને કારણે ગરમીનું મોજું વધુ તીવ્ર બન્યું હતું. ક્લાઇમેટ ચેન્જને કારણે તાપમાનમાં ૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો હતો.