14 August, 2025 10:38 AM IST | Greece | Gujarati Mid-day Correspondent
ગ્રીસના પશ્ચિમ વિસ્તારો જંગલમાં લાગેલી આગની ઝપટમાં આવી જતાં આસપાસના વિસ્તારોને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
યુરોપમાં મંગળવારે ઇટલી, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બાલ્કન્સમાં જંગલોમાં આગની ઘટનાઓ વચ્ચે ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી હતી. કેટલાક પ્રદેશોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ પહોંચવા આવ્યું છે.
સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, ઇટલી, બાલ્કન્સ અને બ્રિટનમાં આ અઠવાડિયે ભારે તાપમાનને કારણે જંગલની આગને વેગ મળી રહ્યો છે. બુધવારનો દિવસ ખૂબ જ મુશ્કેલ દિવસ બન્યો હતો. ગ્રીસમાં ૪૮૫૦ ફાયર-ફાઇટર્સ અને ૩૩ વિમાનોને આગ બુઝાવવાની કામમીરી માટે ભેગાં કરવામાં આવ્યાં હતાં. પશ્ચિમ ગ્રીસના કેટલાક ભાગોમાં તાપમાન ૪૦ ડિગ્રીની નજીક પહોંચ્યું હતું.
આ વર્ષે સ્પેનમાં કુલ ૧૯૯ જંગલી આગમાં લગભગ ૯૮,૭૮૪ હેક્ટર વિસ્તાર બળી ગયો છે જે ૨૦૨૪માં સમાન સમયગાળા દરમ્યાન બળી ગયેલા વિસ્તાર કરતાં બમણાથી વધુ છે.